જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના બીજા તબક્કા માટે આજે મતદાન થશે.

જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના બીજા તબક્કા માટે આજે મતદાન થશે. મુખ્ય ચૂંટણી અધિકારી શાલીન કાબરાએ કહ્યું કે, ૫૪૪ મતદાન મથકો પર મતદાનનો સવારે છ વાગે આરંભ થશે અને તે ચાર વાગ્યા સુધી ચાલશે તેમાં કાશ્મીરમાં ૨૭૦ અને જમ્મુના ૨૭૪ મતદાન મથકોનો સમાવેશ થાયછે. ચૂંટણી આચાર સંહિતાના ભંગની કોઈપણ ફરિયાદ હોય તો તેના ત્વરિત નિકાલ માટે તમામ નગરપાલિકા વિસ્તારમાં નિયંત્રણકક્ષ ઊભા કરાયા છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે, સરળતાથી ચૂંટણી યોજાય તે માટે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી છે. વધારાની ૪૦૦ જેટલી કંપનીઓ ગોઠવવામાં આવી છે.