વાવાઝોડું તીતલી ઓડિશા અને આંધ્રપ્રદેશના દરીયા કિનારે વધુ તીવ્ર બનતાં કેટલાંક ભાગોમાં ભારે વરસાદ શરૂ થયો છે.

આજે સવારે ઉત્તર પ્રદેશના રાઈ બરેલી નજીક ન્યૂ ફરાક્કા એક્સપ્રેસ ટ્રેનના એન્જીન અને ૯ ડબ્બા પાટા પરથી ખડી પડતા સાત લોકોના મોત થયા હતા. અને બે ડઝન કરતાં વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળની એક ટુકડીને બચાવ અને રાહત કામગીરી માટે લખનૌથી હરચંદપુર રેલવે સ્ટેશન પર મોકલવામાં આવી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારને બે લાખ રૂપિયા અને  ગંભીર રીતે ઇજા પામેલા લોકો માટે પચાસ હજાર રૂપિયાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં થયેલી રેલવે દુર્ઘટનામાં મૃતકો અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. એક ટ્‌વીટ સંદેશામાં શ્રી મોદીએ કહ્યું કે, ઉત્તરપ્રદેશ સરકાર, રેલવે અને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન દળ ઘટના સ્થળ પર સંભવ દરેક મદદ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ અસરગ્રસ્તોના પરિવારને દિલસોજી પાઠવી છે અને ઇજા પામેલા લોકો ઝડપથી સાજા થાય તેવી આશા દર્શાવી છે.