આજે સવારે વાવાઝોડા તીતલીને કારણે ઓડિશાના ગોપાલપુર ખાતે જમીન ધસી પડવાના બનાવો બન્યા ત્રણ લાખ લોકોને વિવિધ રાહતછાવણીમાં આશ્રય અપાયો.

બંગાળના ઉપસાગરમાં ઉદભવેલું વાવાઝોડું તીતલીને કારણે આજે સવારે ગોપાલપુરમાં જમીન ધસી પડવાના બનાવો બન્યા છે. આંધ્રપ્રદેશમાં શ્રીકકુલમ જીલ્લાના સરહદી વિસ્તારમાં વાવાઝોડાને લીધે ગંભીર અસર થઇ છે.

પવનને કારણે ઓડિશાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. તેમ છતાં હજુ સુધી કોઇ જાનહાનિનો કેસ નોંધાયો નથી.

ત્રણ લાખ લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી જુદાજુદા આશ્રયસ્થાનોમાં આશ્રય અપાયો છે. મુખ્યમંત્રી નવિન પટનાયકે ખાસ રાહત કમિશ્નર કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી અને કંઇ પણ નુકસાન ન થાય તે માટેના પગલાં લેવાની સૂચના આપી છે. દરમિયાન રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળે જરૂરી રાહતસામગ્રી સાથે ઓડિસા, ચાર ટુકડીઓ આંધ્રપ્રદેશ અને ત્રણ ટુકડીઓ પશ્ચિમબંગાળ મોકલી છે.