એનફોર્સમેન્ટ ડિરેકટરેટે ભૂતપૂર્વ મંત્રી પી.ચિદમ્બરમના પુત્ર કાર્તી ચિદમ્બરમની ૫૪ કરોડની સંપત્તિને ટાંચમાં લીધી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે ભૂતપૂર્વ મંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની  ૫૪ કરોડ રૂપિયાની સંપત્તિને ટાંચમાં લીધી છે. તેમાં ભારત અને વિદેશમાં રહેલી સંપત્તિનો સમાવેશ થાય છે. આઈ.એન.એસ. મીડિયા કેસમાં તપાસના ભાગરૂપે  આ કાર્યવાહી કરી છે. જા કે, કાર્તિ ચિદમ્બરમે તેને પ્રચારના ભાગરૂપે ગણાવ્યું છે, અને અદાલતી તપાસના ભાગરૂપે આ ટાંચની બાબત ટકી શકશે નહીં.