ભીલાઈ સ્ટીલ પ્લાન્ટમાં આગનો ભોગ બનેલાના પરિવારજનોને ૩૦ લાખ રૂપિયાની સહાય અપાશે.

કેન્દ્રિય પોલાદમંત્રી ચૌધીર બિરેન્દ્રસિંહે ભીલાઇ સ્ટીલ પ્લાન્ટમાં લાગેલી આગમાં મૃત્યુ પામનારના એક સ્વજનને વળતર પેટે ૩૦ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

શ્રી સિંહે ગઈકાલે ભીલાઇ સ્ટીલ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. અહીં મંગળવારે ગેસની પાઇપલાઇનમાં ધડાકો થતાં ૧૨ વ્યÂક્તઓનાં મોત થયાં હતાં. અને ૧૦ જણાને ઇજાઓ થઇ હતી.

મંત્રીએ મૃત્યુ પામનારના નજીકના એક સગાને નોકરી આપવાનો અને મૃત્યુ પામનારના બાળકોને સ્નાતક સ્તર સુધી વિનામૂલ્યે શિક્ષણ આપવાનો સેઇલ કંપનીને નિર્દેશ આપ્યો હતો.