રાષ્ટ્રપતિની તાજિકિસ્તાનની મુલાકાત

લેખકઃ ઉમ્મુ સલમા બાવા

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિન્દ તાજેતરમાં તાજિકિસ્તાનની ત્રણ દિવસની મુલાકાતે જઈ આવ્યા. મધ્ય એશિયા અને તેમાં ખાસ કરીને તાજિકિસ્તાનમાં ભારતની વિદેશ નીતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાષ્ટ્રપતિની આ મુલાકાતના પગલે બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો વધુ તાજા બન્યા છે.

ભારત અને તાજિકિસ્તાનના સંબંધો ૧૯૯૧થી શરૂ થયા છે. સોવિયેત રશિયાના વિઘટન બાદ એક નવા પ્રકરણની શરૂઆત થઈ છે. ૨૦૧૨માં બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી અને દ્વિપક્ષી સંબંધોનો વિકાસ થયો છે. તાજિકિસ્તાન એ અફઘાનિસ્તાન અને ચીન સાથે સરહદો ધરાવતો વ્યૂહાત્મક મહત્વ ધરાવતો દેશ છે. પરિણામે ભૌગોલિક, રાજકીય ભાગીદારીની દૃષ્ટિએ બંને દેશોના સંબંધો વધુ ગાઢ બન્યા છે. અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા તાલીબાની સંઘર્ષ અને અરાજકતાની વચ્ચે ભારતે તાજીકીસ્તાનના વિમાન મથક ફરખોરમાં મૂડીરોકાણ કર્યું છે, જે અફગાનિસ્તાનની સરહદે આવેલું છે. ભારતે આ શહેરને વિકસાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. એટલું જ નહીં ત્યાં એક હોÂસ્પટલ પણ વિકસાવવામાં આવી છે. ૨૦૦૬થી આ હવાઈ મથક કાર્યરત છે. ભારતે મીગ લડાયક વિમાનો ત્યાં ગોઠવ્યા છે અને તાજિકિસ્તાનના હવાઈ દળને તાલીમ આપવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે, અમેરિકા, રશિયા, જર્મની બાદ ભારત ચોથો દેશ છે જે તાજિકિસ્તાનમાં એટલે કે મધ્ય એશિયામાં હવાઈ અડ્ડા ધરાવે છે.

રાષ્ટ્રપતિની મુલાકાત પહેલાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુટીન અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિએ પણ તાજિકિસ્તાનની મુલાકાત લીધી હતી.

જે યુરેશિયા પ્રદેશના આ દેશનું વ્યૂહાત્મક મહત્વ દર્શાવે છે. ભારતીય અર્થતંત્રમાં જેમ જેમ વિકાસ થઈ રહ્યો છે. તેમ તેમ તેની વિદેશનીતિમાં પણ વિકાસ જાવા મળ્યો છે. વિશ્વમાં અલગ અલગ સ્થળો પર ભારતે પોતાની ઓળખ ઉભી કરવા પ્રયત્ન કર્યો છે. મધ્ય એશિયાના દેશો પાસે ઊર્જા સંસાધનો વિપુલ પ્રમાણમાં છે. પરિણામે તેની ભૌગોલિકતા અને રાજનીતિમાં તથા અર્થતંત્રમાં તેનો પ્રભાવ વધુ જાવા મળે છે. હવે જ્યારે જુદાં જુદાં દેશો વચ્ચેના સંપર્ક વધી રહ્યા છએ ત્યારે રાજકીય જાડાણ મહત્વનું બની રહે છે. મધ્ય એશિયાના દેશોને દરિયાકાંઠો નથી એ તેની પરાકાષ્ઠા છે. પરિણામે ૨૦૧૨થી તેણે ભારત સાથે જાડાણ ઉભું કર્યું છે.

મધ્ય એશિયા જાડાણ નીતિ ૨૦૧૨માં અમલી બની છે અને તેમાં તેના પાંચ દેશો સાથે મહત્વનું રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક જાડાણ કરવામાં આવ્યું છે. આ માટે પાંચ દેશોનું અલગ સંગઠન રચાયું છે. ભારતે આ દેશો સાથે ઉત્તર – દક્ષિણ પરિવહન પથ તૈયાર કર્યો છે, તે હિન્દ મહાસાગર અને પર્સિયાના આખાત તથા કેસ્પીયાનો સમુદ્ર વગેરેને જાડે છે. આ ઉપરાંત રશિયા અને ઉત્તરીય યુરોપ પણ તેની સાથે જાડાય છે. બેલ્ટ અને રોડ બાંધવાના ચીનના પ્રયત્નના કારણે આ પ્રદેશનું મહત્વ વધ્યું છે.

આ મધ્ય એશિયા પ્રદેશમાં રશિયા અને ચીનની હાજરી એ ખૂબ જ ટીકાત્મક રહી છે. તેઓ મધ્ય એશિયાને ચેસબોર્ડ બનાવી ચૂક્યા છે. પરિણઆમે ભારતે સતત આ પ્રદેશોના સંપર્કમાં રહેવું પડે છે. તાજિકિસ્તાને રાષ્ટ્રસંઘમાં ભારતને કાયમી સભ્યપદ માટે ટેકો જાહેર કરેલા છે. આ ઉપરાંત જૂન – ૨૦૧૮માં શાંઘાઈ સહકાર સંગઠનમાં ભારતના સભ્યપદેને ટેકો આપ્યો હતો. ભારતે તેની રાજધાની દુશાંબેમાં નાગરિકલક્ષી અને લશ્કરી ક્ષમતા બદ્ધતા માટે મહત્વની કામગીરી બજાવી હતી, તે દ્વારા તાજિકિસ્તાનના કર્મચારીઓ તથા લશ્કરી અધિકારીઓને ભારતમાં તાલીમ આપવામાં આવી હતી.

બંને દેશો વચ્ચેના સંસ્થાકીય સંબંધો પણ આગળ વધ્યા છે. ચાર દ્વિપક્ષી મસલતિ માળખાં ઉભા કરાયાં છે, તેમાં વિદેશ બાબતે તથા ત્રાસવાદ વિરોધી કાર્યદળ, વેપાર-ઉદ્યોગ આર્થિક, ટેકનિકલ અને વિજ્ઞાન સહયોગ તથા સંરક્ષણ સહકાર માટેના સંયુક્ત જૂથ રચવામાં આવ્યા છે.

ભારત અને તાજિકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષી વેપાર ૨૦૧૬-૧૭ માં અંદાજે સવાચાર કરોડ ડોલર જેટલો નોંધાયો છે. બંને દેશો વચ્ચે આઠ જેટલા સમજૂતી કરાર થયા છે.

હરેશ પંડયા, જતિન કામદાર, મયુર રાજાણી