વાવાઝોડું તીતલી ઓડીશાના ગોપાલપુર નજીકના દરિયાકાંઠે ત્રાટક્યું.

બંગાળના ઉપસાગરમાં ઉદ્‌ભવેલું વાવાઝોડું તીતલી આજે વહેલી સવારે ઓડીશાના દરિયાકાંઠે ત્રાટક્યું છે. ગોપાલપુર નજીક ત્રાટકેલા વાવાઝોડાથી દરિયાકાંઠે ભારે પવન અને વરસાદ જાવા મળ્યો છે. પવનના કારણે ઝાડ ઉખડી જવાથી અને વાહન વ્યવહાર ખોરવાઈ જવાના બનાવો નોંધાયા છે. જાકે હજી સુધી કોઈપણ જાનહાનીનો કેસ નોંધાયો નથી. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ વાવાઝોડું ઓડીશામાંથી પસાર થઈને પશ્ચિમ બંગાળ તરફ જાય તેવી સંભાવના છે અને બાદમાં નબળું પડશે.