હૈદરાબાદ વડી અદાલતે તેલંગણામાં મતદાર યાદી જાહેર કરવા મંજુરી આપી.

હૈદરાબાદ વડી અદાલતે ચૂંટણીપંચને અંતિમ મતદાર યાદી સુધારા સાથે જાહેર કરવાની મંજૂરી આપી છે. અદાલતે અગાઉ આ યાદી જાહેર કરવા પર મનાઈ ફરમાવી હતી, પરંતુ અદાલતે કહ્યું કે, આ યાદી હવે શુક્રવારે જાહેર કરી શકાય છે. કોંગ્રેસ નેતા એમ. શશીધર રેડ્ડીની અરજી પર વડી અદાલતની મુખ્ય ન્યાયાધીશ ટી.બી. રાધાક્રિશ્નન અને ન્યાયાધીશ એસ.વી. ભટ્ટની ખંડપીઠે ચૂંટણીપંચને એમ જણાવ્યું કે, મતદાર યાદીમાં રહેલી ખામીઓ દૂર કરવા અંગે તેમની શું કાર્યવાહી છે. બાદમાં મુખ્ય ચૂંટણી અધિકારી રજતકુમારે કહ્યું કે, મતદાર યાદી આવતીકાલે જાહેર કરાશે.