કેમરૂનમાં અપહરણ કરાયેલા ૭૯ વિદ્યાર્થીઓને છોડી મૂકાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યવર્તી ચૂંટણી પરિણામોને જબરજસ્ત સફળતા ગણાવી છે. તેમણે કહ્યું કે, અગાઉ આવી ચૂંટણીઓમાં સત્તાધીશ પાર્ટીનું પ્રદર્શન ખરાબ રહ્યું છે, પરંતુ રીપÂબ્લકન પાર્ટીએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યો છે. શ્રી ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટીને શાંતિ પ્રસ્તાવ માટે રજૂઆત પણ કરી હતી કે, તેઓ ડેમોક્રેટિક પાર્ટીના નેતૃત્વમાં સાથે મળીને કામ કરવા ઈચ્છે છે, કારણ કે આગામી વર્ષે પણ અમેરિકન લોકોની આર્થિક વૃદ્ધિ, પાયાગત સુવિધા, વ્યાપાર અને નિર્ધારીત દવાઓની કિંમતો સહિત અન્ય કામો થઈ શકે છે. તેમણે કહ્યું કે, જા ડેમોક્રેટિક પાર્ટી આ માર્ગે ચાલે તો તેઓ તેમની સાથે અલગ દૃષ્ટિકોણથી કામ કરવા પણ તૈયાર છે. ૪૩૫ સભ્યોની પ્રતિનિધિ સભામાં રિપÂબ્લકન પાર્ટીનું નિયંત્રણ સમાપ્ત થયાના એક દિવસ બાદ શ્રી ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. ટ્રમ્પની પાર્ટીના ૧૦૦ સભ્યોથી ગૃહમાં બહુમત થયો છે, તો તેમની સંખ્યામાં કેટલોક વધારો પણ થયો છે. શ્રી ટ્રમ્પે કહ્યું કે, ભારે વિરોધાભાસી મીડિયા કવરેજ અને નાટકીય ભંડોળ ઊભું કરવાના ગેરલાભ છતાં આ પરિણામ આવ્યું છે. શ્રી ટ્રમ્પે કહ્યું કે, સેનેટમાં બહુમતી વધારવા મતદારોએ ડાવાનોવ સુનાવણી હલ કરવા ડેમોક્રેટ્‌સને જાકારો આપ્યો છે.

તેમણે પત્રકારોને જણાવ્યું કે, તેઓ પોતાની કેબિનેટ, વ્હાઈટ હાઉસ અને વરિષ્ઠ પદો પર એક સપ્તાહમાં કેટલાક ફેરફાર અંગે જાહેરાત કરશે.

અમેરિકામાં યોજાયેલી કોંગ્રેસની મધ્યસત્ર ચૂંટણીમાં મૂળ ભારતીય અમેરિકી નાગરિક ચાર સાંસદો ડેમોક્રેટીક પાર્ટીમાંથી પ્રતિનિધિ સભામાં ચૂંટાયા છે. આ ઉપરાંત એકાદ ડઝન જેટલા અન્ય વંશીય પ્રતિનિધિઓ પણ ચૂંટાયા છે. ઈલીનોય જિલ્લાની બેઠક પરથી રાજા કૃષ્ણમૂર્તિ બીજીવાર ચૂંટાયા છે. આ ઉપરાંત સતત ચોથીવાર ડોક્ટર અમી બેરા કેલિફોર્નિયામાંથી ચૂંટાયા છે. સિલિકોન વેલીમાં રો ખન્નાએ જીત મેળવી છે. આ ઉપરાંત પ્રમિલા જયપાલે ૬૬ ટકા પોઈન્ટ સાથે ક્રેગ કેલરને હાર આપી છે. વિધાનસભાઓમાં પણ કેટલાક મૂળ ભારતીયો ચૂંટાયા છે.