ઝીમ્બાબ્વેમાં એક માર્ગ દુર્ઘટનામાં સુડતાલીસ લોકોના મોત થયા છે

ઝિમ્બાબ્વેમાં એક માર્ગ દુર્ઘટનામાં ૪૭ લોકો માર્યા ગયા છે. રાજધાની હરારે અને પૂર્વીયશહેર રૂસાપે વચ્ચે માર્ગની વચ્ચોવચ બે બસો સામસામે ટકરાવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકોમાં બે બાળકો સામેલ છે. ઝિમ્બાબ્વેમાં માર્ગ દુર્ઘટના સામાન્ય બાબત છે, કારણ કે ત્યાં વહિવટીતંત્રની બેદરકારીના કારણે માર્ગ મરામતના કામ પર ધ્યાન અપાતું નથી. ગત વર્ષે જૂન માસમાં દેશના ઉત્તર પ્રદેશમાં એક માર્ગ દુર્ઘટનામાં ૪૩ લોકો માર્યા ગયા હતા.