નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું છે કે, આર્થિક અર્થતંત્રને વ્યવÂસ્થત કરવા સરકારે નોટબંધીનું ચાવીરૂપ પગલું ભર્યું હતું

કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું છે કે, આર્થિક તંત્રને વ્યવÂસ્થત કરવા સરકારે લીધેલા કેટલાંક મહત્વના નિર્ણયોમાં નોટબંધી ચાવીરૂપ પગલું હતું. તેમણે કહ્યું નબળા વર્ગો અર્થતંત્રમાં સહયોગી બને તે માટેનું આ મહત્વનું નાણાંકીય પગલું હતું. આજે નોટબંધીને બે વર્ષ પૂરા થવાને અનુલક્ષીને ફેસબુકમાં નાણામંત્રી જેટલીએ જણાવ્યું છે કે, સરકારનું પ્રથમ લક્ષ ભારત બહારના કાળા નાણાં લાવવાનું અને સંપત્તિ ધારકોને દંડનીય વેરો ભરાવવાનું હતું.