પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારત સંરક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. ઉત્તરાખંડની હર્ષિલ ચોકી પર જવાનો સાથે દિવાળી ઉજવી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, સંરક્ષણ ક્ષેત્રને મજબૂત કરવા સરકારે ઘણા મહત્વનાં પગલાં લીધાં છે. ભારત આ ક્ષેત્રમાં ઘણું આગળ નીકળી રહ્યું છે. ઉત્તરાખંડમાં હર્ષિલ ખાતે આઈટીબીપીના જવાનોને સંબોધતાં શ્રી મોદીએ કહ્યું કે, ભૂતપૂર્વ સૈનિકોના કલ્યાણ માટે એક રેન્ક એક પેન્શન સહિતનાં ઘણા પગલાં લેવાયાં છે. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રની સુરક્ષા માટે અને સલામતિ માટે કામ કરી રહેલા જવાનોને બિરદાવ્યા તથા દિવાળી નિમિત્તે અભિનંદન પાઠવ્યા. આવા જવાનો દેશના કરોડો નાગરિકોને સુરક્ષા પૂરી પાડે છે. શ્રી મોદીએ ભારતીય લશ્કરની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહ્યાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, રાષ્ટ્ર સંઘ શાંતિરક્ષક દળોમાં પણ ભારતીય લશ્કરે નામના મેળવી છે.

 

સંરક્ષણ મંત્રી સુશ્રી નિર્મલા સીતારમણે સામાજિક માધ્યમોમાં આવતી વિગતો બહુ વિશ્વસનીય ન હોવાનું જણાવીને નકારાત્મક બાબતોથી દૂર રહેવા કહ્યું છે. અરૂણાચલ પ્રદેશના હાયુલીઆંગ ખાતે વાસ્તવિક નિયંત્રણ રેખા પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરતાં તેમણે કહ્યું કે, ફેસબુક અને ટ્‌વીટર પર આવતી બાબતો ઘણી વાહિયાત હોય છે. તેમણે સરહદ પરના જવાનોને એકે-૪૭ જેવી આધુનિક સુરક્ષા સામગ્રી અને શ†ો પૂરા પાડવા હૈયાધારણ આપી હતી.