ભારત-બ્રાઝીલ સંબંધો અને બોલ્સોનારોની ચૂંટણી

તાજેતરમાં બ્રાઝીલમાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ ગઈ, તેમાં જૈર બોલ્સોનારો નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. બોલ્સોનારો જમણેરી નેતા હોવાની છાપ છે, ત્યારે બ્રાઝીલની રાજનીતિમાં ઘણા ધરખમ ફેરફારો થાય તેવી સંભાવના છે. ચૂંટણી પ્રચાર દરમિયાન બોલ્સોનારો ખૂબ જ આક્રમક હતા. તેઓ ટીઓ દ જાનેરોમાંથી ચૂંટાયા છે અને ભૂતપૂર્વ લશ્કરી કેપ્ટન છે. તેઓ વિદેશ નીતિમાં પણ ધરમૂળ ફેરફાર કરે તેવી શંકા સેવવામાં આવી રહી છે. બ્રાઝીલમાં તાજેતરમાં વિશ્વનું સૌથી મોટું ભ્રષ્ટાચારનું કૌભાંડ બહાર આવ્યું છે તથા દર વર્ષે નાગરિક યુદ્ધમાં લગભગ ૬૦ હજાર જેટલા માણસોનાં મોત થયા છે. આ સંજાગોમાં નાગરિકોમાં પણ બોલ્સોનારોની ચૂંટણીથી આશાઓ ઉભી થઈ છે.

બ્રાઝીલની રાજનીતિમાં ડાબેરી વિચારધારાનો ૨૦૦૩થી ૨૦૧૬ સુધી ખૂબ જ પ્રભાવ રહ્યો, તેનાથી દેશના મહત્વના પ્રશ્નો અને રાજનીતિમાં ડાબેરી વિચારધારા મહત્વની જાવા મળી, તેના કારણે મહત્વના સુધારાઓ પણ કરાયા હતા અને ગરીબી નાબુદી તથા અસમાનતા દૂર કરવા જેવી બાબતો વ્યાપક રહી હતી. જાકે તેની સામે ભ્રષ્ટાચારનાં ખૂબ જ મોટાં કૌભાંડ છતાં થયાં તથા રાષ્ટ્રપતિ દિલ્મા રોસફ બજારમાં મંદીને દૂર કરવામાં નિષ્ફળ રહ્યા, તેના કારણે આર્થિક અને રાજકીય કટોકટી વધુ ઘેરી બની જે તેઓ ખાળી શક્યા નહોતા. આ તમામ કારણો તેમના પરાજયનું કારણ બન્યાં અને એટલે જમણેરી નેતા બોલ્સોનારો ચૂંટાઈ આવ્યા.

બોલ્સોનારોએ પોતાના વિજય પ્રવચનમાં બ્રાઝીલનું ગૌરવ વધારી તેને મહાન દેશ બનાવવાની બાબતનો પુનરૂચ્ચાર કર્યો છે. આ માટે વિદેશ નીતિમાં ધરમૂળ ફેરફારો કરવા ઉપર પણ ભાર મૂક્યો છે. તેમણે મેરકોસર એટલે કે દક્ષિણ અમેરિકા સામાન્ય બજારના સભ્યપદમાંથી બહાર નીકળી જવાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત બ્રિક્સ સંગઠન એટલે કે બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સંગઠનમાંથી પણ નીકળી જવાનું જણાવ્યું છે. રાજકીય વિષ્લેષકો અનુસાર બોલ્સોનારોએ ચૂંટણી દરમિયાન જે કંઈ કહ્યું હશે તે કરી શકશે નહીં. સત્તા પર આવ્યા બાદ દેશનાં આર્થિક હીત અને રાજકીય હીતની સમીક્ષા દરમિયાન તમામ બાબતોનું પુનઃ મૂલ્યાંકન કરશે.

ઉલ્લેખનિય છે કે, બ્રિક્સ સંગઠનની દ્વિવાર્ષિક પરિષદ આવતા વર્ષે ઓક્ટોબરમાં બ્રાઝિલમાં મળવાની છે, ત્યારે તેમનું વલણ કેવું રહે છે તે મહત્વનું બની રહેશે. અગાઉના રાષ્ટ્રપતિ માઈકલ ટેમરે શીયામીન બ્રિક્સ પરિષદમાં હાજરી આપી હતી, પરંતુ તેમનું વલણ થોડું અલગ દેખાતું હતું. તેઓ બ્રિક્સ સંગઠનના હેતુઓ સાથે સંમત ન હોય એવું લાગી રહ્યું હતું અને પશ્ચિમના દેશોની વિચારધારા તરફી વલણ અપનાવતા હોવાનું જણાવ્યું. આ સંજાગોમાં નવા રાષ્ટ્રપતિ કેવા પ્રકારની નીતિ સંભાળે છે તે મહત્વનું બનશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નાફ્ટા એટલે કે ઉત્તર અમેરિકા મુક્ત વેપાર કરારમાં ફરીથી સુધારો કર્યો છે, તેથી બોલ્સોનારો મેરકોસર એટલે કે દક્ષિણ અમેરિકાના બજાર અંગે પુનઃ વાટાઘાટો કરી શકે છે.

બ્રાઝીલ અને ભારતની બાબતમાં ઘણી સામ્યતા છે. ભારત અત્યારે વિશ્વની પાંચમા ક્રમની અર્થવ્યવસ્થા છે અને બ્રાઝીલ સાતમા ક્રમે છે. અર્થતંત્રની દૃષ્ટિએ બંને ખૂબ જ મોટું બજાર ધરાવે છે. બંને લોકશાહી દેશ છે અને બંને ખૂબ જ પ્રભાવી સત્તાઓ છે. બંને લગભગ ત્રણ ખર્વ જેટલું મોટું અર્થતંત્ર ધરાવે છે અને વિકાસલક્ષી અભિગમ સાથે સંકળાયેલાં છે. લેટીન અમેરિકામાં બ્રાઝીલ સાથે ભારતની વાણીજ્ય ભાગીદારી છે. વ્યૂહાત્મક રીતે પણ પરસ્પર સંકળાયેલા છે.

બોલ્સોનારોની અગ્રતા પણ અર્થતંત્રને Âસ્થર કરવાની રહેશે. આ માટે સામાજિક શાંતિ પણ જરૂરી છે, તે માટે રાજકીય સંઘર્ષ ટાળવો પડશે. ભારત સાથેના ઈબ્સા સંગઠન ભારત, બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકાના મુદ્દાઓ પણ મહત્વના છે.

લેખકઃ ડાp.અશ નારાયન રોય