મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી અંગે સરકાર અને સ્વૈÂચ્છક સંગઠનોના નેતાઓ વચ્ચેની મડાગાંઠ ઉકેલવા ચૂંટણી પંચ ઉચ્ચકક્ષાની ટુકડી મોકલશે.

ચૂંટણી પંચની એક ઉચ્ચસ્તરીય ટીમ આવતીકાલે મિઝોરમની મુલાકાતે જશે અને રાજ્યમાં છેલ્લા બે દિવસથી ઉભી થયેલી પરિÂસ્થતિ વિશે સરકારના અધિકારીઓ તેમજ સ્વૈÂચ્છક સંસ્થાઓના નેતાઓ સાથે ચર્ચા-વિચારણા કરશે. છેલ્લા બે દિવસથી યંગ મિઝો એસોસીએશન વાય.એમ.એ.ના નેતૃત્વમાં સમન્વય સમિતિ ત્યાં ગૃહ વિભાગના મુખ્ય સચિવ લાલનુમાવિઆ ચુઆઉનગોને પદ પરથી દૂર કરાયા છે, તેનો વિરોધ અને મુખ્ય ચૂંટણી અધિકારી એસ.બી.શશાંકન વિરુદ્ધ પગલાં લેવાની માગણી કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સમિતિએ ગઈકાલે સાંજે વિરોધ પ્રદર્શન કેટલાક સમય માટે મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે. ચૂંટણી પંચે નિવેદનમાં જણાવ્યું છે કે, નાયબ મુખ્ય ચૂંટણી કમિશનર સુદીપ જૈનની અધ્યક્ષતામાં મિઝોરમ એનજીઓ સંકલન સમિતિના સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ પસાર કરેલા ઠરાવની વિસ્તૃત રૂપરેખાનો સ્વીકાર કરાયો છે. ચૂંટણી પંચે મુખ્ય ચૂંટણી અધિકારી વિરુદ્ધ પ્રદર્શન દરમ્યાન કોલાસિબ જિલ્લામાં થયેલી હિંસા બદલ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચૂંટણી પંચની ત્રણ સભ્યોની ટીમે ઐઝવાલમાં સ્વૈÂચ્છક સંસ્થાઓ સાથે તેમની માગણી અંગે વાતચીત કરી હતી અને તેનો અહેવાલ ચૂંટણી પંચને આપ્યો હતો. ઉલ્લેખનિય છે કે, મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી એક જ તબક્કામાં આ મહિનાની ૨૮મી તારીખે થશે.