રીઝર્વ બેન્કે માળખાકીય સુવિધા માટે વિદેશી વાણિજ્ય ધિરાણ પરનાં નિયંત્રણો હળવા કર્યા

રીઝર્વ બેંકે વિદેશી વાણિજ્ય ધિરાણ પરનાં નિયંત્રણો હળવાં કર્યા છે. આ અંગેના એક જાહેરનામામાં જણાવ્યા અનુસાર માળખાકીય ધિરાણમાં લઘુત્તમ પાકતી મુદ્દત માટે ઘટાડો કરાયો છે અને તે પાંચ વર્ષથી ઘટીને ત્રણ વર્ષ થઈ છે.

આ ઉપરાંત અગાઉની પાકતી મુદ્દત મર્યાદા દસ વર્ષથી ઘટાડીને પાંચ વર્ષ કરીને રીઝર્વ બેંકે ગયા અઠવાડીયે બેંકોને મંજુરી આપી હતી અને ધિરાણ શાખનો ઉપયોગ કરવા જણાવ્યું હતું, તે દ્વારા બેંકો સિવાયની નાણાકીય સંસ્થાઓને મધ્યમથી લાંબા ગાળાનું ભંડોળ મળી રહેશે.