શ્રીલંકામાં નવા મંત્રીઓએ શપથ લીધા

શ્રીલંકામાં નવી સરકારની Âસ્થરતા અંગે આશંકા વચ્ચે આજે નવા મંત્રીઓની શપથવિધિ કરવામાં આવી. રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સીરીસેનાએ આજે પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષેની તરફેણમાં નવા બે કેબિનેટ અને પાંચ રાજ્યમંત્રીને શપથ લેવડાવ્યા છે. ત્રણ મંત્રીઓએ ગઈકાલે સાંજે શપથ લીધા હતા. ગૃહનું વિસર્જન થયા બાદ દેશની સંસદ આગામી બુધવારે મળનાર છે. જાકે એ સ્પષ્ટ નથી કે તે દિવસે બહુમતીનો પરીક્ષણ થશે કે નહીં. સરકારના મંત્રીએ કહ્યું કે, સંસદના સત્રના પ્રથમ દિવસે માત્ર રાષ્ટ્ર પ્રમુખનું પ્રવચન રહેશે, જ્યારે બહુમતી સાબિત કરવાની તારીખ પછીથી નક્કી કરાશે. અધ્યક્ષ જેઓ સંસદના પ્રથમ દિવસે બહુમતી પરીક્ષણ ઇચ્છી રહ્યા છે તેનાથી વિરૂધ્ધનો આ નિર્ણય છે.