શ્રીલંકામાં નવી સરકારની Âસ્થરતા અંગે વિવાદ ચાલે છે, ત્યારે નવા ત્રણ મંત્રીઓએ શપથ લીધા છે.

શ્રીલંકામાં નવી સરકારની Âસ્થરતા અંગે આશંકા વચ્ચે ગઈકાલે સાંજે નવા મંત્રીઓની શપથવિધિ કરવામાં આવી. રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સીરીસેના દ્વારા શપથ ગ્રહણ કરાયેલા ત્રણ મંત્રીઓમાં નવા પ્રધાનમંત્રીના ભાઈ અને સંસદના પૂર્વ અધ્યક્ષ ચમલ રાજપક્ષાનો સમાવેશ થાય છે. દરમ્યાન સંસદ અધ્યક્ષ કારુ જયસૂર્યાએ આજે કહ્યું હતું કે, આગામી બુધવારે યોજાનારા સંસદના સત્રમાં Âસ્થર સરકાર માટે બહુમત મેળવવા વિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવાનો મોકો આપવામાં આવે. તેમણે સંસદીય એજન્ડા પર ચર્ચા માટે પાર્ટી નેતાઓ સાથે બેઠક કર્યા બાદ આ પ્રમાણે જણાવ્યું હતું. સરકારી સૂત્રોએ જણાવ્યા પ્રમાણે સંસદના સત્રના પ્રથમ દિવસે બહુમત માટેની પ્રક્રિયા જરૂરી નથી. એવું માનવામાં આવે છે કે, પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષાના નેતૃત્વવાળી સરકારને બહુમત નહીં મળે કારણ કે નાની પાર્ટીઓએ તેમનો ટેકો પાછો ખેંચી લીધો છે. પૂર્વ પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘેએ જણાવ્યું છે કે, ગૃહમાં તેઓ બહુમત સાબિત કરશે. તેમણે આ માટે સંસદનું સત્ર વહેલું બોલાવવા માંગણી કરી હતી.