અને બેડમિન્ટનમાં પી.વી.સિંધુ અને કિદામ્બી શ્રીકાંત ફુજાઉમાં રમાઈ રહેલી ચાઈના ઓપન બેડમિન્ટન સ્પર્ધાની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા છે.

બેડમિન્ટનમાં પી.વી.સિંધુ અને કિદામ્બી શ્રીકાંત ચાઈના ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં પોતપોતાના એકલ મુકાબલામાં ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયા છે. પુરૂષોની ડબલ્સમાં ભારતીય જાડી સાત્વીજ સાંઈરાજ રીનકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી પણ સ્પર્ધામાં ક્વાર્ટર ફાઈનલ પહોંચ્યા છે. તેઓએ ઈન્ડોનેશિયાની જાડી ડબલ્યુ.એન.આર્યા યંગ કાર્યાનીરા અને અદે યુસુફ સાંતોસોને ૧૬-૨૧, ૨૧-૧૪, ૨૧-૧૫થી પરાજય આપ્યો હતો. ભારતીય જાડી હવે પછીના રાઉન્ડમાં ઈન્ડોનેશિયાના મોહમ્મદ એહસાન અને હૈન્દ્રા સેતિયાવાન સામે રમશે.