બાંગ્લાદેશમાં આગામી ૨૩મી ડિસેમ્બરે સંસદીય ચૂંટણી યોજાશે.

બાંગ્લાદેશમાં આગામી ૨૩મી ડિસેમ્બરે સંસદીય ચૂંટણી યોજાશે. મુખ્ય ચૂંટણી કમિશનર કે.એમ.નુરુલ હુડાએ ગઈકાલે રાષ્ટ્રજાગ સંબોધનમાં ચૂંટણીની તારીખની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, દેશમાં ચૂંટણી માટે અનુકૂળ વાતાવરણ છે. તેમણે કહ્યું કે, ચૂંટણીને લગતી બધી જ તૈયારીઓ લગભગ પૂરી થઈ છે. શ્રી હુડાએ કહ્યું કે, ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજવા ચૂંટણી પંચ પ્રતિબદ્ધ છે. શ્રી હુડાએ બધા જ રાજકીય પક્ષોને ચૂંટણીમાં જાડાવાની અપીલ કરી હતી. નિર્ધારીત કાર્યક્રમ મુજબ ૧૯મી નવેમ્બર સુધીમાં ઉમેદવારીપત્રો ભરી શકાશે અને તેમની ચકાસણી ૨૨મીએ થશે. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૨૯મી નવેમ્બર છે. દરમિયાન સત્તાધારી આવામી લિગ પક્ષે ચૂંટણી પંચને નિર્ધારીત કાર્યક્રમ મુજબ આગળ વધવા વિનંતી કરી હતી. જાકે વિરોધ પક્ષ બીએનપી આ ચૂંટણી લડશે કે કેમ તેની હજી સુધી સ્પષ્ટતા થઈ નથી. ઉલ્લેખનિય છે કે, આવામી લિગ પક્ષે ચૂંટણી પહેલા દેશમાં રખેવાળ સરકાર રચવાની વિરોધ પક્ષની માંગણી ફગાવી દીધી હતી.