ભારતે કહ્યું છે કે, તે અફઘાનિસ્તાનમાં શાંતિ અને સહયોગના તમામ પ્રયાસોનું સમર્થન કરે છે.

ભારતે કહ્યું છે કે, તે અફઘાનિસ્તાનમાં એકતા વિવિધતા, સુરક્ષા અને સમૃદ્ધિ માટે શાંતિ અને સહયોગના તમામ પ્રયાસોનું સમર્થન કરે છે. સરકારી પ્રવક્તાએ નવી દિલ્હીમાં જણાવ્યું કે, ભારતને આજે મોસ્કોમાં અફઘાનિસ્તાન પર રશિયા પરિસંઘની બેઠકની જાણકારી છે. પ્રવક્તાએ જણાવ્યું કે, ભારતની નીતિ છે કે, આવા તમામ પ્રયત્નો અફઘાનિસ્તાનના નેતૃત્વમાં અને ત્યાંની સરકારની ભાગીદારીથી થવા જાઈએ. પ્રવક્તાએ જણાવ્યું કે, ભારત આજની બેઠકમાં અનૌપચારિક રીતે ભાગ લેશે.