રશિયા – યુક્રેન ઘર્ષણમાં ગરમાવો

રશિયા અને યુક્રેનના સંબંધો ક્રીમીયાના કબજાના કારણે વધુ તનાવપુર્ણ રહયાં છે. તાજેતરમાં જ કાળા સમુદ્રમાં અઝોવના દરિયા નજીક બંને દેશો વચ્ચે સંઘર્ષની શરૂઆત થઈ છે. કર્ચની ખાડીમાં જ આ ઘર્ષણ થયું. તે રશિયા અને યુક્રેન બંને માટે યુરોપ તરફનું પ્રદેશ દ્વાર છે ત્યારે બંને દેશો વચ્ચે તેના કારણે જ સંઘર્ષ વધુ આગળ વધ્યો છે. રશિયાના નૈકાદળે યુક્રેનના કેટલાક જહાજા પર કબજા જમાવતાં આ બાબત વધુ વકરી છે. રશિયાનું જણાવવું છે કે યુક્રેનના જહાજ તેની દરિયાઈ સીમામાં ઘુસી જતાં તેણે આ કાર્યવાહી કરવી પડી છે. આ ઉપરાંત તેણે યુક્રેનને ગંભીર પરીણામોની ધમકી પણ આપી છે. યુક્રેને રશિયાની આ ધમકીના પગલે રશિયા તરફની સરહદના વિસ્તારોમાં લશ્કરી કાયદો જાહેર કર્યો છે. ર૦૧૪ થી બંને દેશો વચ્ચેના ઘર્ષણમાં વધારો થયો છે. આ સૌ પ્રથમવાર ઘટના બની છે કે બંને દેશો વચ્ચે સીધો લશ્કરી હુમલો થવાની બાબત હોય.

રશિયા અને યુક્રેન વચ્ચેના દરિયાઈ પ્રશ્નો વારંવાર ઉભા થાય છે. તેના કારણે આ પ્રદેશમાં તનાવની Âસ્થતિ સર્જાય છે. રશિયાએ ક્રીમીયા સાથેના જાડતા દરિયામાં પુલ બાંધતા યુક્રેને તેની સામે વાંધો લીધો હતો. આ પુલથી યુક્રેનને અડચણ પણ ઉભી થઈ છે. યુક્રેનના બે મહત્વના બંદરો મારીયુપોલ અને બર્ડયાંકમાં મોટા જહાજા લાંગરવામાં આ પુલ અવરોધરૂપ બને છે. આ પ્રદેશના દરિયાઈ વેપારમાં આ બંદરો મહત્વના છે એટલે બંને વચ્ચે ઘર્ષણનો મુદૃ પણ બને છે. દરમિયાન યુક્રેને પણ અઝોવના દરિયામાં નૌકા મથક ઉભુ કરવાની જાહેરાત કરતાં માહોલે વધુ ગરમાવો પકડયો છે. રશિયાએ તેના આ નિર્ણય સામે વિરોધ દર્શાવીને અઝોવના દરિયામાં અવરોધો ઉભા કર્યા છે તથા યુક્રેનના જહાજાને અટકાવ્યા છે. આ ઉપરાંત કેટલાક ચેક પોઈન્ટ પર કબજા જમાવ્યો છે. આમ બંને દેશો વચ્ચે વ્યુહાત્મક અગ્રતા આપવામાં આવતાં ઘર્ષણ વ્યાપક બન્યું છે.

બંને દેશો વચ્ચેના ઘર્ષણની શરૂઆત દરિયાઈ સરહદથી જ થઈ છે. તેના ભાગરૂપે જ રશિયાએ ર૦૧૪માં ક્રીમીયા પર કબજા જમાવી લીધો છે તેના કારણે કર્ચની ખાડીમાં વિવાદ વકર્યો છે. રશિયા આ ખાડીમાં પોતાનો પ્રભાવ વધારવા માંગે છે. આની સામે યુક્રેન પણ પોતાના દરિયાઈ સીમા અંતર્ગત અધિકારોની માંગણી કરે છે.

મહત્વની બાબત એ છે કે યુક્રેનમાં આગામી માર્ચ મહિનામાં સામાન્ય ચુંટણીઓ યોજાવાની છે એટલે આ પ્રકારના તનાવની સીધી અસર પરિણામો પર પડે તેમ છે. હાલના યુક્રેનના રાષ્ટ્રપતિ પોરોશેન્કોને તેની સીધી અસર થાય તેમ છે. રશિયા દ્વારા થતાં હુમલાથી તેની પ્રસિધ્ધીને ફટકો પડે તેમ છે. પોરોશેન્કોએ જા કે તેના કારણે લશ્કરી કાયદો લાગુ કર્યો છે એટલે તે ચુંટણીને વધુ પાછી ઠેલી શકે છે. આ ઉપરાંત પ્રચાર માધ્યમો ઉપર પ નિયમન મુકી શકે છે.

બંને દેશો વચ્ચેની આ સંઘર્ષની Âસ્થતિમાં નાટોના દળો પણ રસ લે છે. નાટોએ રશિયાને યુક્રેનના જહાજ છોડી મુકવા જણાવ્યું છે. આ ઉપરાંત રશિયાની કામગીરી પણ નાટોએ ટીકા કરી છે.

આ સંદર્ભમાં રશિયાની જાહુકમી વધુ છે. એટલે યુક્રેનને પશ્ચિમના દેશોનો ટેકો મળે એ સ્વાભાવિક બને છે. આ ઉપરાંત આર્થિક અને લશ્કરી સહાય પણ તેની સાથે સંકળાયેલી છે. આ ઉપરાંત રશિયા અને અમેરિકા વચ્ચે પણ આ મુદૃ તનાવ ઉભો થાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, યુક્રેનનો પ્રશ્ન ઉભો કરીને જી-ટવેન્ટી દેશોની આર્જેન્ટીનામાં મળેલી પરિષદમાં રશિયાના વ્લાદિમીર પુટીન સાથેની બેઠક રદ કરી છે.

જા કે સમગ્ર ઘટનાક્રમમાં રશિયા મજબુત બનીને આગળ આવી રહયું છે. ૧૯ કીલોમીટર લાંબો પુલ બાંધીને તેણે ક્રીમીયા સાથેનો માર્ગ વ્યવહાર સીધો સ્થાપિત કરી દીધો છે. અઝોવની દરિયામાં યુક્રેન જા નૌકાદળનું મથક ઉભુ કરશે તો તેને નાટો કે પશ્ચિમના દેશોનો ટેકો મળશે. પરીણામે રશિયાને સલામતીની દ્રષ્ટીએ વધુ મજબુત નિર્ણયો લેવા મજબુર કરશે અથવા આ પ્રકારના દબાણ થી રશિયા યુક્રેન સાથે કેટલાક મુદૃઓ પર સમજુતી ઉભી કરવાની Âસ્થતિ ઉભી કરે. બંને દેશો વચ્ચેને કેદીઓની પરસ્પર સોંપણી અથવા તે દરિયાઈ ખાડીમાં મીઠા પાણીનો પ્રવાહ છોડવા માટે યુક્રેનને મજબુર કરે એવુ પણ બની શકે. યુક્રેનના આર્થીક મુદૃઓ તેની સાથે જાડાયેલા છે. રશિયાએ .ભા કરેલા અવરોધોથી તેને મોટુ નુકસાન જાય એવુ બની શકે. રાષ્ટ્રપતિ પુટીનને તો ઘર આંગણે આમ પણ રાજકીય લાભ મળી રહયો છે. ત્યાં પેન્શન સુધારાઓ અને આર્થિક મંદીની ચર્ચાઓ ચાલે છે ત્યારે આ મુદૃ ધ્યાન ફેરવવામાં પણ સારા સમયે ઉભો થયો છે. એક સમયના મહત્વપુર્ણ ભાગીદાર દેશો વચ્ચે આ પ્રકારના સંઘર્ષથી આર્થિક બાબતોને મોટી અસર થાય છે એટલે ચેસ બોર્ડની જેમ સામ-સામા વ્યુહ અને પગલા ભરાય છે.

ભારતે બંને દેશો મર્યાદા જાળવે તથા તનાવ ઘટે તેવા પગલાંની હિમાયત કરી છે. બંને દેશોમાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ત્યારે તેમની સલામતી પણ ભારત માટે મહત્વની બને છે. પરીણામે સંયમ જાળવવાની સલાહ આપી છે.

Script:Rajorshi roy, Research Analyst, IDSA