સારી બ્રોડબેન્ડ સુવિધાઓ પૂરી પાડવા માટે એરિયન પાંચ રોકેટ દ્વારા જીસેટ-૧૧ ઉપગ્રહ સફળતાપૂર્વક અવકાશમાં છોડાયો. પ્રધાનમંંત્રીએ ઇસરોને અભિનંદન આપ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના સૌથી ભારે સૌથી મોટા અને સૌથી શÂક્તશાળી ઉપગ્રહ જીસેટ -૧૧ના સફળતાપૂર્વ પ્રક્ષેપણને માટે ઇસરોને શુભેચ્છા પાઠવી છે. એક ટ્‌વીટ સંદેશાંમાં શ્રી મોદીએ કહ્યું કે, અતિ આધુનિક ઉપગ્રહનું પ્રક્ષેપણ ભારતીય અંતરીક્ષ કાર્યક્રમની બહુ મોટી સિદ્ધિ  છે. જેનાથી દૂર દૂરના વિસ્તારોને જાડાતા કરોડો દેશવાસીઓના જીવનમાં પરિવર્તન આવશે. તેમણે કહ્યું કે, ભારતને વિજ્ઞાનીઓ માટે ગર્વ છે. જેમણે ઉચ્ચકક્ષાના ધોરણો, સિદ્ધિઓ અને સફળતાને જાળવી રાખીને નવી શોધોને જાળવી રાખી છે. તેમણે ઉમેર્યું કે, આ નોંધપાત્ર કામથી દરેક ભારતીયને પ્રેરણા મળે છે.