હોકી વિશ્વકપમાં આજે ભૂવનેશ્વરમાં જર્મન અને નેધરલેન્ડસ તથા મલેશિયા અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે.

ભુવનેશ્વરમાં રમાઈ રહેલી પુરૂષોના હોકી વિશ્વકપમાં આજે જર્મનીનો મુકાબલો નેધરલેન્ડ સામે, જયારે પાકિસ્તાનનો મુકાબલો મલેશિયા સામે થશે. જર્મની અને નેધરલેન્ડ વચ્ચેની મેચ સાંજે પાંચ વાગે શરૂ થશે, જયારે પાકિસ્તાન અને મલેશિયા વચ્ચેની મેચ સાંજે સાત વાગે શરૂ થશે. જર્મની અને નેધરલેન્ડ બંને હાલના તબકકે ત્રણ-ત્રણ અંક ધરાવે છે, જા કે વધુ ગોલના અંતરથી પોતાની મેચમાં જીત મેળવી હોવાને કારણે નેધરલેન્ડ હાલ પુલ-ડીમાં ટોચ ઉપર છે. ભારત ગ્રુપ-સીમાં હાલ ટોચ ઉપર છે, શનિવારે ભારત કેનેડા સામે ટકરાશે. ગ્રુપ મેચોના અંતે પોત-પોતાના ગ્રુપમાં ટોચ પર રહેલી ટીમો કવાર્ટર ફાઈનલમાં પહોંચશે.