પેટ્રોલિયમની નિકાસ કરનારા દેશના સંગઠનના સભ્યો અને અન્ય દેશો વચ્ચે તેલ ઉત્પાદન, પુરવઠાની ખામી અને માંગની મદીના વ્યવસ્થાપન અંગે ચર્ચા કરવા આજે વિયેના ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

પેટ્રોલિયમની નિકાસ કરનારા દેશના સંગઠનના સભ્યો અને અન્ય દેશો વચ્ચે તેલ ઉત્પાદન, પુરવઠાની ખામી અને માંગની મદીના વ્યવસ્થાપન અંગે ચર્ચા કરવા આજે વિયેના ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગઈકાલે તેના સભ્યોને આગામી સમયમાં વૈશ્વિક રીતે  તેલના ભાવ નીચા રહેશે. તેથી ઉત્પાદન ન ઘટાડવા વિનંતી કરી હતી. છેલ્લા બે માસમાં તેલના ભાવમાં ઘટાડો થયો છે અને યુરોપિયન બેન્ચમાર્ક, બ્રેન્ટ ક્રૂડનો બેરલનો ભાવ હાલમાં ૬૦ યુ.એસ. ડોલર છે. જા કે, ઓપેકના ત્રીજા ક્રમાંકના સૌથી મોટા ઉત્પાદક ઈરાનને ઉત્પાદનમાં કાપ મૂકવામાં નિર્ણયમાંથી બાકાત રાખવામાં આવ્યું છે.