ભારતીય રિઝર્વ બેંકે વધુ પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે વ્ય ક્તગત આવાસ વાહન તથા મધ્યમ લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગોની લોન પર વ્યાજના અ સ્થર દરને રેપો રેટ કે રાજકોષીય લાભ જેવા બહારના બેંચમાર્ક સાથે જાડવાનો પ્રસ્તાવ મુક્યો છે.

ભારતીય રિઝર્વ બેંકે વધુ પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે વ્ય ક્તગત આવાસ વાહન તથા મધ્યમ લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગોની લોન પર વ્યાજના અ સ્થર દરને રેપો રેટ કે રાજકોષીય લાભ જેવા બહારના બેંચમાર્ક સાથે જાડવાનો પ્રસ્તાવ મુક્યો છે. રિઝર્વ બેંકે ગઈકાલે મુંબઈમાં બહાર પાડેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, વ્યાજદરને બહારના બેંચમાર્ક સાથે જાડવા માટે અંતિમ દિશા નિર્દેશ આ મહિનાના અંત સુધીમાં બહાર પાડવામાં આવશે. હાલમાં બેંક મુખ્ય લોન દર, આધાર દર અને લોન દર આધારિત જરૂરી ભંડોળ સહિત આંતરિક બેંચમાર્ક પ્રણાલીનું પાલન થઈ રહ્યું છે. નવી વ્યવસ્થા પહેલી એપ્રિલ ૨૦૧૯થી લાગુ થવાની સંભાવના છે. રિઝર્વ બેંકે જણાવ્યું છે કે, બેંકોએ શરૂઆતથી જ આ દર વિશે નિર્ણય લઈને તેને સંપૂર્ણ લોન સમય મર્યાદામાં અપરિવર્તિત રાખવું જાઈએ. બેંકે જણાવ્યું છે કે, લોન વર્ગમાં એક જ બેંક દ્વારા ઘણા બધા માપદંડ અપનાવવાને પરવાનગી આપવામાં આવશે નહીં.