ભારત રત્ન ડાક્ટર બી.આર.આંબેડકરના ૬૩માં મહાનિર્વાણ દિવસે આજે કૃતજ્ઞ રાષ્ટ્ર તેમને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યું છે.

ભારત રત્ન ડાક્ટર બી.આર.આંબેડકરના ૬૩માં મહાનિર્વાણ દિવસે આજે કૃતજ્ઞ રાષ્ટ્ર તેમને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદભવન પરીસરમાં ડાp.બાબાસાહેબની મૂર્તિ પર શ્રદ્ધાસુમન અર્પણ કરશે. ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય ગણમાન્ય નેતાઓ ભારતીય સંવિધાનના નિર્માતા ડાp.બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલી અર્પશે. કેન્દ્રીય સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ડાp.થાવરચંદ ગેહલોત સામાજીક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ આઠવલે, કૃષ્ણપાલ ગુર્જર, વિજય સાંપતા અને અન્ય નેતાઓ બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કરશે. સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અંતર્ગત સ્વાયત્ત સંગઠન આંબેડકર ફાઉન્ડેશન પણ આ અવસરે એક કાર્યક્રમનું આયોજન કરશે. ગઈકાલે મુંબઈમાં બિનસાંપ્રદાયિકતા પર યોજાયેલા એક ચિત્ર પ્રદર્શનનું ચૈત્યભૂમિ ખાતે ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. દર વર્ષે ડાp.આંબેડકરના નિર્વાણ દિવસે દેશના ખૂણે-ખૂણેથી લોકો આ સ્થળની મુલાકાતે આવે છે. ૩૦ જાણીતા ચિત્રકારોના ચિત્રોનું પ્રદર્શન અહીં યોજાયું છે. પ્રમોદ રામતેકે, પ્રકાશ ભીસે, દીલીપ બાધે, ફારૂક નદફ અને અન્ય જાણીતા ચિત્રકારોના ચિત્રોનું પ્રદર્શન યોજાયું છે.