રાજસ્થાન અને તેલંગણામાં આવતીકાલે યોજનારા વિધાનસભા ચૂંટણીના મતદાન માટે સઘન બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

રાજસ્થાન અને તેલંગણામાં આવતીકાલે યોજનારા વિધાનસભા ચૂંટણીના મતદાન માટે સઘન બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ગઈકાલે સાંજે ચૂંટણી પ્રચારનો અંત આવ્યો હતો. બંને રાજ્યોમાં મતગણતરી છત્તીસગઢ, મિઝોરમ અને મધ્યપ્રદેશની મતગણતરી સાથે આગામી ૧૧ ડિસેમ્બર મંગળવારે યોજાશે.

રાજસ્થાનમાં પ્રત્યેક મત વિસ્તારમાં ઓછામાં ઓછા એક મહિલા મતદાન કેન્દ્ર સહિત એકાવન હજાર છસ્સો ૮૭ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. મુખ્ય ચૂંટણી અધિકારી આનંદ કુમારે જણાવ્યું કે, મતદાન માટે વ્યÂક્તનું નામ મતદાર યાદીમાં હોવું જરૂરી છે. ઓળખ માટે મતદાન ઓળખપત્ર અથવા કોઈ અન્ય માન્ય દસ્તાવેજ બતાવી શકાશે.

તેલંગણામાં શાંતિપૂર્વક મતદાન થાય તે માટે એક લાખ સાંઈઠ હજારથી વધુ ચૂંટણી કર્મચારીઓ કાર્યરત છે. કેન્દ્રિય સશ†દળોની ૨૭૦થી વધુ કંપનીઓ , રાજ્યના ૩૦ હજારથી વધુ સુરક્ષાદળ ગોઠવવામાં આવ્યા છે. ચાર લાખ સત્તાવન હજાર દિવ્યાંગો સહિત બે કરોડ ૮૦ લાખથી વધુ મતદારો તમામ ૩૧ જિલ્લાના ૩૨ હજાર ૮૧૫ મતદાન કેન્દ્રો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વિધાનસભામાં ૧૧૯ બેઠકોમાં લગભગ ૧૩૫ મહિલાઓ સહિત કુલ એક હજાર ૮૨૧ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.