ઓપેક દેશોની વિયેનામાં મળનારી બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પના વિવિધ મંતવ્યો ઉપર વિચાર-વિમર્શ કરવામાં આવશે.

પેટ્રોલિયમનું ઉત્પાદન કરતા દેશોના સંગઠન ઓપેકની વિયેનામાં મળનારી બેઠક પહેલાં સાઉદી અરેબિયાના ઉર્જા મંત્રીએ જણાવ્યું છે કે, ખનિજ તેલની કિંમતો પર નિર્ણય લેતા સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા વિશ્વના નેતાઓના મંતવ્યો ઉપર વિચાર કરવામાં આવશે. વિયેનામાં પત્રકારોને સંબોધતા સાઉદી અરેબિયાના ઉર્જા મંત્રી ખાલીદ અલ ફલીહે જણાવ્યું હતું કે, ઓપેક દેશ ખનિજ તેલની કિંમતોના વિષયે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મંતવ્યોની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગ્રાહક કેન્દ્રીત વિચારોને પણ ધ્યાનમાં લેવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધતી વૈશ્વિક તેલ કિંમતોથી ભારતીય ગ્રાહકોને સંરક્ષણ આપવા ઉપર ભાર મૂક્યો હતો. આ અગાઉ તેમણે પહેલા યોજાયેલી ત્રણ બેઠકોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી હતી અને તેલની કિંમતોના વિષય પર ગ્રાહકોનો પક્ષ લીધો હતો.