ખેડૂતોની આવક વર્ષ ૨૦૨૨ સુધીમાં બમણી કરવાની સરકારની વચનબદ્ધતા બર લાવવા કેન્દ્રીય મંત્રીમંડળે નવી કૃષિ નિકાસ નીતિ મંજૂર કરી છે.

ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાની સરકારની વચનબદ્ધતા બર લાવવા કેન્દ્રીય મંત્રીમંડળે નવી કૃષિ નિકાસ નીતિ મંજૂર કરી છે. મંત્રીમંડળની બેઠક બાદ ગઈકાલે પ્રસાર માધ્યમો સમક્ષ બોલતાં વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે, Âસ્થર વેપાર નીતિના અમલ દ્વારા ખેડૂતોને નિકાસ તકોનો લાભ મળશે. તેમણે ઉમેર્યું હતું કે, આ નીતિથી મોટા ભાગની સજીવ ખેત પેદાશો અને પ્રક્રિયાકૃત ખાદ્યચીજાની નિકાસ આડેના અવરોધો દૂર થશે તથા વિવિધ ખેત પેદાશોની નિકાસ કરી શકાશે.