આજે સમગ્ર રાષ્ટ્રમાં શહિદોની યાદમાં સશ† સેના ધ્વજ દિવસ મનાવાઈ રહ્યો છે.

આજે સશ† સેના ધ્વજ દિવસ છે. દેશની આન-બાન અને શાનમાં પ્રાણ ન્યોછાવર કરવાવાળા શહિદોને સન્માનિત કરતા દર વર્ષે સાતમી ડિસેમ્બરે આ દિવસ મનાવવામાં આવે છે. સંરક્ષણમંત્રી નિર્મલા સિતારમને એક ટ્‌વીટમાં કહ્યું છે કે, જ્યારે પણ સંકટનો સમય હોય છે ત્યારે સશ્સ્ત્ર સેનાઓ બચાવ અને રાહત માટે હરહંમેશ ઉપÂસ્થત હોય છે. આ મહિનાની પહેલી તારીખે સશ† સેના સપ્તાહ ૨૦૧૮ના અવસર પર રક્ષા મંત્રીએ લોકોને સશ† સેના ધ્વજ દિવસ ભંડોળમાં યથાશÂક્ત દાન કરી પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા આહવાન કર્યું હતું. સરકારે આ ભંડોળનું ગઠન પૂર્વ સૈનિકોના કલ્યાણ અને પુનઃવર્સન માટે કર્યું છે. હાલના સમયમાં ૩૦ લાખથી વધુ પૂર્વ સૈનિકો છે અને ટૂંકી સેવા બાદ નિવૃત્ત થઈ જવાને કારણે પ્રત્યેક વર્ષે લગભગ આઠ હજાર સૈનિકોનો તેમા ઉમેરો થાય છે. કેન્દ્રીય સૈનિક બોર્ડના સચિવ બ્રિગેડીયર ભુપેન્દ્રકુમારે આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પૂર્વ સૈનિકો અને તેમના પરિવારોની સારસંભાળ એક રાષ્ટ્રીય જવાબદારી છે.