દેશના સામાન્ય વર્ગના નાગરીકોના આર્થિક રીતે પછાત કુટુંબો માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં દસ ટકા અનામતનો લાભ આપવાનો કાયદો ગઇકાલથી અમલમાં આવ્યો.

દેશના સામાન્ય વર્ગના નાગરીકોના આર્થિક રીતે પછાત કુટુંબો માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦ ટકા અનામતનો લાભ આપવાનો કાયદો ગઇકાલથી જ અમલમાં આવી ગયો છે.

સરકારે બહાર પાડેલા જાહેરનામા અનુસાર બંધારણીય ૧૦૩મો સુધારો કાનૂન ૨૦૧૯ની જાગવાઇઓ ગઇકાલથી સમગ્ર દેશમાં અમલમાં આવી ગયો છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગયા શનિવારે આ કાયદાને મંજુરી આપી હતી. બંધારણીય કલમ ૧૫ અને ૧૬માં સુધારા કરતાં આ કાયદામાં સામાન્ય વર્ગના કોઇપણ આર્થિક રીતે નબળા કુટુંબોના વિકાસ માટે ખાસ જાગવાઇ કરવાની તમામ રાજ્યોને છૂટ આપતી કલમ પણ ઉમેરવામાં આવી છે.