કોલમ્બીયાના પાટનગર બોગોટામાં આવેલી પોલીસ અકાદમી ખાતે ગઇકાલે થયેલા કાર બોમ્બ ધડાકામાં ૧૦ લોકોના મૃત્યુ નીપજ્યા છે.

કોલમ્બીયાના પાટનગર બોગોટામાં આવેલી પોલીસ અકાદમી ખાતે ગઇકાલે થયેલા કાર બોમ્બ ધડાકામાં ૧૦ લોકોના મૃત્યુ નીપજ્યા છે જ્યારે ૬૫ જણાને ઇજા થઇ છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે ૮૦ કિલો વિસ્ફોટકોના જથ્થા સાથે આતંકવાદીઓએ આ કાર વિસ્ફોટ કર્યો હતો.

આ વિસ્ફોટ કરવાના કાવતરામાં સંડોવાયેલા લોકોની શોધ હાથ ધરાઇ છે. ઘટનાના સાક્ષીએ જણાવ્યું છે  કે આ ધડાકો થતા જ પોલીસ અકાદમીની બાજુમાં આવેલ ઇમારતની બારીના કાચ તૂટી ગયા હતા.

રાષ્ટ્રપ્રમુખ ઇવાન ડ્યુકે કોલંબિયાના નાગરિકોને ત્રાસવાદનો સાથે મળીને સામનો કરવાનો અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, કોલંબિયા ક્યારેય હિંસા સાથે ઝુંકશે નહીં. આ હુમલાની જવાબદારી હજી સુધી કોઈ જૂથ લીધી નથી.