પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૯ મી વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકારોની પરિષદનો આજે સવારે ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૯ મી વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકારોની પરિષદનો આજે સવારે ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો છે. દર બે વર્ષે યોજાતી આ પરિષદ આજથી ૨૦ મી જાન્યુઆરી સુધી ચાલશે. આ ત્રણ દિવસની રોકાણકારોની પરિષદમાં પાંચ દેશોના વડાઓ તથા મોટી કંપનીઓના સી.ઇ.ઓ. સહિત દેશ વિદેશના ૩૦ હજાર જેટલા પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.

ગઇકાલે પ્રધાનમંત્રીએ રોકાણકારોની પરિષદના ભાગરૂપે યોજાયેલા ગુજરાત વૈશ્વિક વેપાર મેળાનું તથા અમદાવાદમાં સરદાર પટેલ તબીબી વિજ્ઞાન અને સંશોધન સંસ્થા તેમજ હોÂસ્પટલનું ઉદ્‌ઘાટન કર્યંું હતું. આ પ્રસંંગે શ્રી મોદીએ જણાવ્યું હતું કે હોÂસ્પટલને આયુષ્માન ભારત યોજના સાથે જાડવામાં આવશે, જેથી ગરીબ વર્ગના લોકો અહીં વિનામૂલ્યે સારવાર મેળવી શકશે.

તેમણે કહ્યું કે હેલિપેડની સુવિધા ધરાવતી આ પ્રથમ સરકારી હોÂસ્પટલ છે. અહિં ઉપલબ્ધ તબીબી સેવાથી રાજ્યની તબીબી સારવારને નવુ બળ મળશે. પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજનાના પ્રથમ ૧૦૦ દિવસમાં સાત લાખ જેટલા ગરીબ વર્ગના નાગરિકોને સારવાર અપાઇ છે. તેમની સરકાર દરેક સંસદીય મત વિસ્તારમાં એક તબીબી કોલેજ શરૂ કરવા કામ કરી રહી છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે તેમની સરકારની રાજકીય ઇચ્છાશÂક્તના લીધે જ સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ૧૦ ટકા અનામત રાખવા બંધારણીય સુધારો કરી શકાયો છે. તેમણે એમ પણ કહ્યું કે વર્તમાન અનામત વ્યવસ્થાને હાથ લગાવ્યા વિના ૧૦ ટકા અનામત બેઠકોની યોજના દેશભરની ૯૦૦ યુનિવર્સિટીઓ તથા ૪૦ હજાર કોલેજામાં આગામી શૈક્ષણિક વર્ષથી લાગુ થશે. આ હેતુથી શૈક્ષણિક સંસ્થાઓની બેઠકોમાં ૧૦ ટકાનો વધારો પણ કરાશે.

આ ઉપરાંત પ્રધાનમંત્રીએ અમદાવાદના રીવરફ્રન્ટ ખાતે પ્રથમ અમદાવાદ શોપીંગ ફેસ્ટીવલનો શુભારંભ ગઇકાલે કરાવ્યો હતો.