મેલબોર્નમાં રમાઈ રહેલી ત્રીજી અને શ્રેણીની આખરી વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે વિજય મેળવવા ૨૩૧ રનનો લક્ષ્યાંક મૂક્યો છે.

મેલબોર્નમાં રમાઈ રહેલી ત્રીજી અને શ્રેણીની આખરી વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે વિજય મેળવવા ૨૩૧ રનનો લક્ષ્યાંક મૂક્યો છે. ભારતે ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લેગ સ્પીનર યજુર્વેન્દ્ર ચહલે છ વિકેટો ખેરવી હતી. ઓસ્ટ્રેલિયા વતી પીટર હેન્ડસકોમ્બે સૌથી વધુ ૫૮ રન કર્યા છે. અગાઉ ટેસ્ટ મેચોની શ્રેણીમાં વિજય મેળવનારી ભારતીય ટીમ આજની વન-ડે જીતીને ત્રણ વન-ડેની શ્રેણી પણ જીતવાના પ્રયાસ કરી રહી છે.