સંસદના અંદાજપત્રસત્રની પૂર્વ સંધ્યાએ લોકસભા અધ્યક્ષ દ્વારા સર્વપક્ષીય બેટક બોલાવવામાં આવી છે.

સંસદના અંદાજપત્ર સત્રનો આવતીકાલથી આરંભ થશે. લોકસભા અધ્યક્ષ સુશ્રી સુમિત્રા મહાજને આજે સર્વ પક્ષીય બેઠક બોલાવી
છે. બેઠકમાં તેઓ તમામ રાજકીય પક્ષોના સહયોગથી સરળ સંચાલન માટે વિનંતી કરશે. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આવતીકાલે
અગીયાર વાગે સંસદની સંયુકત બેઠકને સંબોધન કરશે. શુક્રવારે વચગાળાનું અંદાજપત્ર રજુ કરાશે. ૧૩ ફેબ્રુઆરીએ સત્ર સમાપ્ત
થશે.
સરકારે પણ વિવિધ રાજકીય પક્ષોના, નેતાઓની આવતીકાલે બેઠક બોલાવી છે.