ચૂંટણી પંચની પૂર્ણ સમિતિ આજે પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી તૈયારીઓની સમીક્ષા માટે બેઠકો યોજશે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ આરોરાની વડપણ હેઠળની ચૂંટણી પંચની પૂર્ણ સમિતિ ગઈકાલે પશ્ચિમ બંગાળમાં આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા કોલકાતા પહોંચી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમિતિ આજે રાજકીય પક્ષો રાજ્ય ચૂંટણી અધિકારીઓ, નોડલ અધિકારીઓ તથા કેન્દ્રીય પોલીસ દળો સાથે મુલાકાત કરશે, તેઓ કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા માટે જિલ્લા મેજીસ્ટ્રેટ અને પોલીસ નિદેશકને પણ મળશે. આવતીકાલે તેઓ મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરશે. આસમિતિ બેંક, રેલવે, હવાઈમથકના અધિકારીઓ તથા કેન્દ્ર સરકારના ખર્ચ અધિકારીઓને પણ મળશે. ગઈકાલે આ સમિતિએ રાંચી ખાતે ઝારખંડની લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી.