અને ક્રિકેટમાં હેમિલ્ટનમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટી-૨૦ ક્રિકેટ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતીય મહિલા ટીમને બે રને પરાજ્ય આપ્યો – જ્યારે ભારતીય પુરૂષોની ટીમ ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી

ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમે ભારતને ત્રીજી અને અંતિમ ટી-૨૦ ક્રિકેટ મેચમાં બે રને પરાજ્ય આપ્યો છે. આ સાથે જ યજમાન ટીમ ન્યૂઝીલેન્ડે ત્રણ મેચોની શ્રેણી ત્રણ-શૂન્યથી જીતી લીધી છે.

હેમિલ્ટનમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતી પહેલાં બેટિંગ કરતાં વીસ ઓવરમાં સાત વિકેટે એકસો એકસઠ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે વીસ ઓવરમાં ચાર વિકેટે એકસો ઓગણસાઇઠ રન જ બનાવ્યા હતા. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ બાંસઠ દડામાં છ્યાંસી રન બનાવ્યા હતા.

દરમિયાન પુરૂષોની ટીમ વચ્ચે પણ ત્રીજી તથા અંતિમ ટી-૨૦ મેચ શરૂ થઈ છે. ભારતીય ટીમે ટોસ જીતી પહેલાં ફિલ્ડિંગ પસંદ કરી છે.