દક્ષિણ કાશ્મીરના દેવસર વિસ્તારના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં ૪ આતંકવાદીઓ ઠાર થયા છે

જમ્મુ-કાશ્મીરમાં કુલગામ જિલ્લાના દેવસર વિસ્તારના કીલમ ગામમાં આજે સવારે સુરક્ષાદળના  જવાનો સાથેની અથડામણમાં ૪ આતંકવાદીઓ

ઠાર થયા છે.

સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે, આ વિસ્તારમાં હજુ આતંકવાદીઓ છુપાયા હોવાની સંભાવના છે, જેમની સાથે ગોળીબાર ચાલી રહ્યો છે.

આ વિસ્તારમાં આતંકવાદીઓ સંતાયા હોવાની બાતમીના આધારે સંરક્ષણ દળો દ્વારા સંયુક્ત રીતે ગામમાં ઘેરાબંધી કરી શોધ અભિયાન હાથ ધર્યું છે.