પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ આસામ સહિત ઉત્તર – પૂર્વ રાજ્યોના લોકોને ખાતરી આપી છે કે, નાગરિકત્વ સુધારા વિધયેકથી તેમના હિતોને કોઇપણ પ્રકારે નુકસાન થશે નહિ. – તેમણે કહ્યું કે, એન.ડી.એ. સરકાર આસામ કરારનું નિર્ધારિત સમયમાં અમલીકરણ કરવા પ્રતિબધ્ધ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ આસામ સહિત ઉત્તર – પૂર્વ રાજ્યોના લોકોને ખાતરી આપી છે કે, નાગરિકત્વ સુધારા વિધયેકથી તેમના હિતોને કોઇપણ પ્રકારે નુકસાન થશે નહિ.

ગઇકાલે આસામમાં એક જાહેરસભા સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા યોગ્ય રીતે તપાસ કરાયા બાદ અને ભલામણ કરાયા પછી જ સંબંધીતોને નાગરીકત્વ અપાશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે પાડોશી દેશોમાં વસતા લઘુમત્તી સમુદાયના લોકોને, તેમની સામે થયેલા અત્યાચારના પગલે દેશ છોડવાની ફરજ પડી હશે, તો તેમને આશ્રય આપવા, તેમની સરકાર પ્રતિબધ્ધ છે. શ્રી મોદીએ કહ્યું કે કેન્દ્રની એન.ડી.એ. સરકાર ૩૬ વર્ષ જૂના આસામ કરારને નિર્ધારિત સમયમાં અમલમાં મૂકવા પ્રતિબધ્ધ છે.

તેમણે કહ્યું કે ૬ સમુદાયોને અનૂસૂચિત જનજાતિને દરજ્જા આપવા પગલા લેવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ ગુવહાટીને – ઉત્તર ગુવહાટી સાથે જાડતા તથા સોળસો મીટરની લંબાઇ ધરાવતા બ્રહ્મપુત્રા નદી પરના પુલ સહિત વિવિધ વિકાસકામોનો શીલાન્યાસ કર્યો હતો. આ પહેલા શ્રી મોદીએ અરુણચાલ પ્રદેશના પાટનગર ઇટાનગરમાં વિવિધ વિકાસકામોનો ગઇકાલે શીલાન્યાસ તથા લોકાર્પણ કર્યા હતા. તેમણે ડી.ડી. અરુણ પ્રભા ચેનલનો ગઇકાલે શુભારંભ કરાવ્યો હતો તથા ભારતીય ફિલ્મ ટેલીવીઝન સંસ્થાના કાયમી સંકુલ અને હોલોંગી ખાતે ગ્રીનફીલ્ડ વિમાનમથકનું ભૂમિપૂજન કર્યું હતું.

તેમણે અગરતાલામાં – ગારજી – બેલોનીયા રેલ્વેમાર્ગનું ઉદ્‌ઘાટન કર્યું હતું.