પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના ગુન્ટુર, તમિલનાડુના તિરૂપુર અને કર્ણાટકના હુબલી ખાતે વિવિધ વિકાસકામોનો આજે શુભારંભ તથા શીલાન્યાસ કરાવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના ગુન્ટુર, તમિલનાડુના તિરૂપુર અને કર્ણાટકના હુબલી ખાતે વિવિધ વિકાસકામોનો આજે શુભારંભ કરાવશે. ગુન્ટુરમાં પ્રધાનમંત્રી સ્ટ્રેટેજીક પેટ્રોલીયમ રિઝર્વ લિમીટેડના, એક કરોડ ૩૩ લાખ મેટ્રીક ટન ક્ષમતાની પેટ્રોલીયમ અનામત સુવિધાનું લોકાર્પણ કરશે.

તેમજ તેઓ ઓ.એન.જી.સી.ના વિશિષ્ટ તથા એસ. વન પ્રોજેક્ટોનું ઉદ્‌્‌ઘાટન કરશે. આ ઉપરાંત કૃષ્ણપટ્ટનમ ખાતે શ્રી મોદી ભારત પેટ્રોલીયમના નવા ટર્મિનલનું ભૂમિપૂજન કરશે. તમીલનાડુમાં શ્રી નરેન્દ્રમોદી તિરુપુરમાં ઇ.એસ.આઇ.સી. હોÂસ્પટલનો શીલાન્યાસ કરશે. ૧૦૦ પથારીવાળી આ હોÂસ્પટલ આશરે એક લાખ કર્મચારીઓને તબીબી સુવિધા પુરી પાડશે.

તેઓ ત્રિચી વિમાનમથકના નવા બીલ્ડીંગ તથા ચેન્નાઇ વિમાન મથકના આધુનિકરણ યોજનાઓનો આરંભ કરાવશે. તેઓ ચેન્નાઇમાં ૪૭૦ પથારીની ક્ષમતાવાળી અદ્યતન ઇ.એસ.આઇ.સી. હોÂસ્પટલ દેશને અર્પણ કરશે. શ્રી મોદી ચેન્નાઇ બંદરેથી – ચેન્નાઇ પેટ્રોલીયમ કોર્પોરેશનની રીફાઇનરી સુધીની પાઇપલાઇનનું ઉદ્‌ઘાટન કરશે.

એવી જ રીતે ચેન્નાઇ મેટ્રોમાર્ગમાં, એ.જી. – ડી.એમ.એસ. સ્ટેશનથી – વાસેરમેન – પેટ મેટ્રો માર્ગનું તેઓ ઉદ્‌ઘાટન કરશે. કર્ણાટકમાં પ્રધાનમંત્રી ઘારવાડ ખાતે – આઇ.આઇ.ટી. તથા હુબળી ખાતે ઇÂન્ડયન ઇÂન્સ્ટ્યુટ ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજી સંસ્થાઓનો શીલાન્યાસ કરશે.ઘારવાડ શહેર ગેસ વિતરણ પ્રોજેક્ટનું તેઓ ઉદ્‌ઘાટન કરશે.

તેઓ મેંગલોરમાં, સ્ટ્રેટેજીક રિઝર્વ ફેસીલીટીનું ઉદ્‌ઘાટન કરશે. શ્રી મોદી ધારવાડમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બંધાયેલા બે હજાર ૩૮૪ આવાસોના લાભાર્થીઓને ઇ – ગૃહપ્રવેશ કરાવશે.