સીબીઆઈએ આજે બીજા દિવસે કોલકતાના પોલિસ કમિશનર રાજીવ કુમારની ચીટ ફંડ કૌભાંડ કેસ સંદર્ભે પૂછપરછ ચાલુ કરી છે

સીબીઆઈએ આજે કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારની ચીટ ફંડ કૌભાંડ કેસ સંદર્ભે પૂછપરછ શરૂ કરી છે. ગઈકાલે મેઘાલયના શિલોંગ ખાતે સીબીઆઈએ રાજીવ કુમારની આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી.

દરમિયાન રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ અને તૃણમુલ કોંગ્રેસ નેતા કૃણાલ ઘોષ પણ આ કૌભાંડ બાબતે પૂછપરછ માટે આજે સીબીઆઈ સમક્ષ હાજર થયા છે. આજે પણ દિવસભર તેઓની પૂછપરછ ચાલુ રહે તેવી શક્યતા છે. સીબીઆઈએ પૂછપરછ માટે બાવીસ પાનાના પ્રશ્નો તૈયાર કર્યા છે. આ પહેલાં આ કૌભાંડની તપાસ દરમિયાન રાજીવ કુમારની અધ્યક્ષતામાં રચાયેલ વિશેષ તપાસ ટૂકડીએ કૃણાલ ઘોષની ધરપકડ કરી હતી. બાદમાં તેમને જામીન પર મુક્ત કરાયા હતા.