ઉત્તર પ્રદેશ સરકારે સહરાનપુર તથા કુશીનગર જિલ્લાઓમાં ઝેરી દારૂની દુર્ઘટનાની તપાસ કરવા ખાસ તપાસ ટુકડી સીટની રચના કરી છે.

ઉત્તર પ્રદેશ સરકારે, સહરાનપુર તથા કુશીનગર જિલ્લાઓમાં ઝેરી દારૂની દુર્ઘટનાની તપાસ કરવા ખાસ તપાસ ટુકડી સીટની રચના કરી છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રેલવેના અધિક પોલીસ મહાનિદેશક સંજય સિઘલ આ સીટના વડા રહેશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સીટને તેમની તપાસ પૂર્ણ કરીને ૧૦ દિવસમાં અહેવાલ આપવાનો નિર્દેશ આવ્યો છે. તપાસ ટુકડીએ – દુર્ઘટના માટેના કારણો, આ દુર્ઘટના માટે કોઈ કાવતરુ નથી ? ને તેમજ દુર્ઘટનાની જવાબદારી નક્કી કરવાની કામગીરી સોંપવામાં આવી છે. દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારે ઝેરી દારૂની દુર્ઘટનાથી અસરગ્રસ્ત વિસ્તારોના સર્કલ ઓફિસરોને ગઈરાત્રે સસ્પેન્ડ કર્યા છે. એવી જ રીતે પોલીસ તથા એક્સાઈઝ વિભાગે અત્યાર સુધીની રાજ્યવ્યાપી કાર્યવાહીમાં ૩ હજારથી વધુ લોકોની ધરપકડ કરી છે. ઉત્તર પ્રદેશના આ બંને જિલ્લાઓમાં ઝેરી દારૂના લીધે ૪૫ લોકોના મોત થયા છે. આ પૈકી ૩૬ જણા સહરાનપુરમાં જ્યારે નવ વ્યÂક્તઓ કુશીનગર જિલ્લામાં મૃત્યુ પામી છે.