પાકિસ્તાન ઉપર મંત્રણા માટેનું દબાણ અંગે સમીક્ષા

પાકિસ્તાને ફરીથી ભારત વિરોધી વલણ અપનાવ્યું છે. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહંમૂદ કુરેશીએ સર્વપક્ષીય હુરિયત પરિષદના વડા મીરવીઝ ઉમર ફારૂખ સાથે ટેલિફોન ઉપર વાતચીત કરી હતી. આ બનાવ બાદ વિદેશ મંત્રાલયે ભારત ખાતેના પાકિસ્તાનના હાઈકમિશનર સોહિલ મહંમદને સમન્સ પાઠવ્યા હતા. ભારતે શ્રી કુરેશીના પગલાને વખોડી કાઢતા જણાવ્યું હતું કે, આ પગલું ભારત વિરોધી પ્રવૃત્તિને ખૂલ્લેઆમ પ્રોત્સાહન આપવા જેવું ગણાવી શકાય. ભારતે ચેતવણી પણ આપી છે કે, આ પ્રવૃત્તિના પરિણામો પણ મળશે. ભારતે આપેલી તીવ્ર પ્રતિક્રિયા દર્શાવે છે કે, પાકિસ્તાન દ્વારા કરાતી નાની સરખી ઉશ્કેરણી પણ વિવાદનું સ્વરૂપ ધારણ કરી શકે છે.

સામે પક્ષે પાકિસ્તાને પણ ઇસ્લામાબાદ  ખાતેના ભારતના હાઈ કમિશનર અજય બૈસારીયાને સમન્સ પાઠવીને દોહરાવ્યું હતું કે, તેઓ  કાશ્મીરના અલગતવાદીઓને રાજદ્વારી તથા રાજકીય સમર્થન આપવાનું ચાલુ રાખશે.  કારણે કે, તેનું માનવું છે કે, કાશ્મીર એક વિવાદીત ભાગ છે. ભારતના પ્રતિભાવથી વિચલીત થયા વગર પાકિસ્તાનના વિદેશમંત્રીએ સૈયદઅલી શાહ ગીલાની સાથે બીજા દોરની વાતચીત કરી હતી, તેનાથી પરિÂસ્થતિ વધુ વણસી હતી. એક તરફ પાકિસ્તાને, ભારતીય સરહદ નજીક આવેલા કરતારપુર સાહિબ અને ભારત વચ્ચે કોરિડોર વિકસાવવા અગત્યની સમજૂતી કરી છે અને બીજીતરફ કાશ્મીરની હુરિયત કોન્ફરન્સ સાથે અલગ રીતે વાતચીત શરૂ કરી.

આ બાબત ભારતને સ્વીકાર્ય લાગી નહતી. કરતારપુર સાહિબ કોરિડોર એ ભારત પાકિસ્તાન વચ્ચેનો સકારાત્મક પ્રોજેક્ટ છે. તેમજ અગાઉના વર્ષોમાં પણ પંજાબના સ્થાનિક રાજકારણનો પડછાયો આ કોરિડોર ઉપર પડ્યો હતો. અગાઉ બ્રિટીશ સાંસદોની સમિતિએ પણ કાશ્મીર મુદ્દે  ચર્ચા કરી હતી, તેને પાકિસ્તાને વિવાદ ઉકેલની દિશામાં પગલું ગણાવ્યું હતું.  ભારતે આ બાબતનો વિરોધ કર્યો , ત્યારે બ્રિટીશ સરકારે એવી સ્પષ્ટતા કરી હતી કે, પાકિસ્તાનના વિદેશમંત્રીની બ્રિટનની મુલાકાત તદ્દન વ્યÂક્તગત ગણાવી શકાય. તેઓ બ્રિટનના વિદેશમંત્રી જેરીમી હન્ટ સાથે વાતચીત કરી શક્યા ન હતા.

તેઓ લંડન મેયર સાદિક ખાન સાથે પણ વાતચીત કરી શક્યા નથી. એક વાત નિશ્ચિત છે કે કાશ્મીર રાગ આલાપવો, એ બાબત પાકિસ્તાનના સ્થાનિક રાજકારણનું અંગ છે અને તે અંગે ભારત ત્વરીત  પ્રતિભાવ આપે, તે પણ સ્વાભાવિક ગણાય. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં તાલિબાનો અંગે અપનાવેલા અભિગમથી પણ ભારત ચિંતીત છે.

અમેરિકાએ તાલીબાનો સાથે શરૂ કરેલી મંત્રણાઓના પગલે, જા ભવિષ્યમાં સત્તામાં તાબીબાનો કેન્દ્રમાં સ્થાન મેળવશે, તો ભારતે અફઘાનિસ્તાનના પુનઃ વિકાસ માટે ત્યાં કરેલ મોટાપાયાના મૂડીરોકાણો મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. એવી જ રીતે ભારતમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વાટાઘાટો યોજાવાની શક્યતા નહીંવત છે. આમ છતાં પાકિસ્તાની અગ્રણીઓને ભારતના નીતિ ઘડવૈયાઓ સાથે સંપર્કમાં રાખવાના પ્રયાસો થવાના છે, પણ આને આખરી ઓપ આપી શકાયો નથી.

દુબઈમાં એક બેઠકનું આયોજન થઈ રહ્યું છે.  જ્યાં પાકિસ્તાનના માહિતી મંત્રી ફવાદ ચૌધરી, ભારતીય અધિકારીઓ સાથે અનૌપચારિક વાતચીત કરે તેવી સંભાવના છે. એવી જ રીતે ફેબ્રુઆરીના અંતભાગમાં પણ કેટલીક બેઠકો યોજાશે, જેમાં બંને દેશોના રાજદ્વારીઓ ભાગ લે, તેવી સંભાવના છે. પાકિસ્તાનના નીતિ ઘડવૈયાઓ પણ દ્વિપક્ષીય તનાવને નિયંત્રણમાં રાખવા સમાંતર ચેનલ ઉભી કરવા પ્રયાસો કરી રહ્યા છે.

પાકિસ્તાન સાથે મંત્રણા શરૂ કરવા આકરી રાજકીય કિંમત ચૂકવવી પડે તેમ છે અને પાકિસ્તાન સાથેની આ મંત્રણાઓ નિષ્ફળ જવાની પણ શક્યતા નકારી શકાય નહીં. ભારત સરકારે વર્ષ ૨૦૧૫થી પાકિસ્તાન સાથે સર્વગ્રાહી દ્વિપક્ષીય વાટાઘાટો શરૂ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. જાકે, વાસ્તવિક નિયંત્રણ રેખા ખાતે પાકિસ્તાની દળો દ્વારા અવાર નવાર સંઘર્ષ વિરામનો ભંગ કરાતો હોવાથી, આ પ્રયાસો સફળ થયા નથી. હાલની પરિÂસ્થતિમાં પાકિસ્તાન નિવેદનમાં તથા કાર્યવાહીમાં ખૂબ જ સાવચેત રહી પગલાં ભરે તે જરૂરી છે.  

લેખકઃ કલ્લોલ ભટ્ટાચાર્ય, હિંદુના વરિષ્ઠ તંત્રી