પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં અક્ષયાપાત્ર ફાઉન્ડેશન દ્વારા અપાતા ભોજનમાં ૩૦૦ કરોડનો આંક પૂરો થવા અંગેની તકતીનું આજે અનાવરણ કરશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશમાં વૃંદાવનની મુલાકાત લેશે, તથા ચંદ્રોદયા મંદિરમાં અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા અપાતા ભોજનમાં ૩૦૦ કરોડનો આંક પૂરો થવા અંગેની તકતીનું અનાવરણ કરશે. તેઓ જરૂરિયાતમંદ બાળકોને શાળામાં ભોજન પીરસશે. આ પ્રસંગે તેઓ જાહેર સંબોધન પણ કરશે. પ્રધાનમંત્રી ઇસ્કોનના સ્થાપક આચાર્ય શ્રી પ્રભુપાદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. મધ્યાહન ભોજન યોજના હેઠળ અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા ભોજન આપવામાં આવે છે. અક્ષયપાત્ર ફાઉન્ડેશન મધ્યાહન ભોજન યોજનાના અમલીકરણમાં સહભાગીદાર તરીકે કાર્ય કરે છે. અક્ષયપાત્ર ફાઉન્ડેશને ૧૨ રાજ્યોની ૧૪ હજાર ૭૦૨ શાળાઓમાં એક કરોડ ૭૬ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન પહોંચાડ્યું છે.  વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત, પોષક તથા સ્વચ્છ આહાર આપવામાં ફાઉન્ડેશન કેન્દ્રના માનવ સંસાધન મંત્રાલય તથા રાજ્ય સરકારોના સાથ સહકારમાં કામ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેલ્ફ ફોર સોસાયટી એપનો આરંભ કરાવતા આ સંસ્થાને સોશિયલ સ્ટાર્ટ અપ તરીકે ઓળખાવી હતી.