પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, તેરમી આંતરરાષ્ટ્રીય ખનીજતેલ અને વાયુ પરિષદ – પેટ્રોટેક – ૨૦૧૯નું આજે નોઈડામાં વિધિવત ઉદઘાટન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગ્રેટર નોઈડામાં ૧૩મી આંતરરાષ્ટ્રીય તેલ અને ગેસ પરિષદ પેટ્રોટેક – ૨૦૧૯નું આજે વિધિવત ઉદઘાટન કરશે. ૩ દિવસ સુધી ચાલનારી આ દ્વિવાર્ષિક પરિષદનો ઈÂન્ડયા એક્સ્પો માર્ટ ખાતે ગઈકાલથી આરંભ થયો હતો.

આ પરિષદમાં ૯૫ દેશોના ઊર્જા મંત્રીઓ ભાગ લઈ રહ્યા છે. આ પરિષદમાં ભારતમાં ખનીજ તેલ તથા વાયુ ક્ષેત્રે મૂડીરોકાણ માટે અનુકૂળ વાતાવરણ તથા આ ક્ષેત્રના બનાવોની પરિષદમાં ભાગ લેનારને માહિતી અપાશે. ૭૦ દેશોના ૮૬ વક્તાઓ તથા સાત હજાર પ્રતિનિધિઓ તેમાં ભાગ લઈ રહ્યા છે. આ પ્રતિનિધિઓમાં વૈજ્ઞાનિકો, ઉદ્યોજકો, વ્યવસ્થાપન ક્ષેત્રના નિષ્ણાતો, સર્વિસ પ્રોવાઈડરોનો સમાવેશ થાય છે.

કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રતિનિધિઓને આવકારતા ગઈકાલે જણાવ્યું હતું કે, ભારત ખનીજ તેલનો વિશ્વનો ત્રીજા ક્રમાંકનો મોટો ગ્રાહક દેશ છે તથા બધા જ નાગરિકોની ઊર્જાની જરૂરિયાત પૂરી કરવા સરકારે પગલાં લીધા છે.