પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રેટર નોઈડામાં ૧૩મી આંતરરાષ્ટ્રીય ઓઈલ અને ગેસ પરિષદ – પેટ્રોટેક – ૨૦૧૯નું વિધિવત ઉદઘાટન કરતાં જણાવ્યું કે, દેશમાં સાડા છ કરોડથી વધુ પરિવારોને ઉજજવલા યોજના હેઠળ છેલ્લા ૩ વર્ષમાં રાંધણગેસના જાડાણ આપવામાં આવ્યા છે. તે રીતે જાતાં દેશમાં નિલજયોતિક્રાંતિ સાકાર થઇ રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ઉત્પાદકો અને ગ્રાહકોના હિતો વચ્ચેના સંતુલન જળવાય તે રીતે ખનીજ તેલ અને વાયુની કિંમતો નિર્ધારીત કરવાની જરૂર છે. ગ્રેટર નોઈડામાં ૧૩મી આંતરરાષ્ટ્રીય ઓઈલ અને ગેસ પરિષદ – પેટ્રોટેક – ૨૦૧૯નું વિધિવત ઉદઘાટન કરતાં તેમણે કહ્યું કે, માનવીની ઊર્જા જરૂરિયાત સંતોષવા ખનીજ તેલ અને વાયુના  બજાર ક્ષેત્ર પારદર્શકતા અને લવચિંકતા અપનાવવાની જરૂર છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ઊર્જા ક્ષેત્રે વૈશ્વિકસ્તરે  પરિવર્ત દેખાઈ રહ્યું છે. ગ્રાહકોની ઊર્જા વપરાશની પદ્ધતિ, ઊર્જાનો પુરવઠો અને †ોતોમાં પરિવર્તન આવી રહ્યું છે. પુનઃ પ્રાપ્ત ઊર્જા, ટેકનોલોજી અને ડિજીટલ એપ્લીકેશનની મદદથી સાતત્યપૂર્ણ વિકાસનું ધ્યેય મેળવવાની પ્રક્રિયા ઝડપી બનાવી શકાશે.  આબોહવામાં થઈ રહેલા પરિવર્તનની સમસ્યા ઉકેલવા ઘણાં દેશો સાથે આવી રહ્યા છે તે અંગે શ્રી મોદીએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે સામાજિક – આર્થિક વિકાસ માટે ઊર્જાને મુખ્ય ચાલક બળ ગણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, સાડા છ કરોડથી વધુ પરિવારોને ઉજ્જવલા યોજના હેઠળ છેલ્લા ૩ વર્ષમાં રાંધણગેસના જાડાણ આપવામાં આવ્યા છે અને તે રીતે જાતાં દેશમાં નીલ જ્યોતિ ક્રાંતિ સાકાર થઈ રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, પેટ્રો ટેક પરિષદ સમગ્ર વિશ્વ સામે ઊર્જા ક્ષેત્રે ઉભા થયેલા પડકારો અંગે ચર્ચા કરવાનો મંચ બનશે.

આ પ્રસંગે કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, ભારતે બધા જ નાગરિકોની ઊર્જાની જરૂરિયાત પૂરી કરવાના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. ઉજ્જવલા યોજના તથા શહેરી વિસ્તારોમાં ગેસ વિતરણ નેટવર્કના વિસ્તરણના કારણે નાગરિકોને પર્યાવરણને અનુકૂળ સ્વચ્છ ઊર્જા મળવા લાગી છે.