રાજ્યસભામાં વિપક્ષના સભ્યોએ વિવિધ મુદ્દાઓ અંગે સૂત્રોચ્ચાર કરતાં સર્જાયેલા શોરબકોરના દૃશ્યો બાદ રાજ્યસભાની બેઠક બપોરના બે વાગ્યા સુધી મુલતવી રખાઈ છે.

રાજ્યસભામાં વિપક્ષના સભ્યોએ વિવિધ મુદ્દાઓ અંગે સૂત્રોચ્ચાર કરતાં સર્જાયેલા શોરબકોરના દૃશ્યો બાદ રાજ્યસભાની બેઠક બપોરના બે વાગ્યા સુધી મુલતવી રખાઈ છે.  આજે ગૃહની બેઠક મળતાં સમાજવાદી પક્ષ અને બીએસપીના સભ્યોએ ઉત્તર પ્રદેશમાં ઝેરી દારૂ પીવાથી થયેલા મોતનો મુદ્દો ગૃહમાં ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો.

સભાપતિ એમ. વૈકેંયા નાયડુએ તેની મંજૂરી આપી નહતી. તેના પગલે સર્જાયેલા શોરબકોરના દૃશ્યો વચ્ચે આદિજાતિ બાબતો મંત્રી જુએલ ઓરામે બંધારણમાં અનુસૂચિત જનજાતિને લગતાં આદેશમાં ત્રીજા સુધારો સુચવતું વિધેયક ગૃહમાં રજૂ કર્યું હતું.

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે બિનનિવાસી ભારતીયોના લગ્નની નોંધણી અંગેનું વિધેયક રજૂ કર્યું હતું. કોંગ્રેસે આ વિધેયકનો વિરોધ કર્યો હતો અને તેના સભ્યો ગૃહના મધ્યમાં પહોંચી ગયા હતા. ટીડીપીના સભ્યો પણ આંધ્રપ્રદેશને આર્થિક લાભોની માગણી કરતાં ગૃહના મધ્યમાં ધસી ગયા હતા. આના પગલે ગૃહમાં શોરબકોરના દૃશ્યો સર્જાતાં ગૃહની બેઠક બે વાગ્યા સુધી મુલત્વી રાખવામાં આવી હતી.