સીબીઆઈ કોલકતાના પોલીસ કમિશનર રાજીવ કુમાર તથા ટીએમસીના સાંસદ કૃણાલ ઘોષની આજે સતત ત્રીજા દિવસે શીલોંગમાં પૂછપરછ કરશે.

કેન્દ્રિય પર્યાવરણ મંત્રી હર્ષવર્ધને જણાવ્યું છે કે, સમગ્ર વિશ્વ પૃથ્વી પર વધી રહેલા તાપમાનની સમસ્યાથી વાકેફ છે. તેમણે પર્યાવરણના રક્ષણ માટે સહિયારો પ્રયાસ કરવા સહુને અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પર્યાવરણ મંત્રાલયે પર્યાવરણના રક્ષણ માટે ૫૦૦ જેટલી  પ્રવૃત્તિઓનો સમાવેશ કરતી ગ્રીન ગુડ ડીડ ઝુંબેશ ગયા વર્ષે શરૂ કરી હતી. શ્રી હર્ષવર્ધને કહ્યું કે, પર્યાવરણ સામેની ગ્લોબલ વોર્મિગની સમસ્યા તથા પ્રદૂષણની  સમસ્યાઓના ઉકેલમાં ભારત વિશ્વને યોગ્ય નેતૃત્વ પૂરું પાડી શકશે, તેવો વિશ્વાસ વિશ્વ સમુદાયને છે. ગઈકાલે દિલ્હીમાં વિજ્ઞાન, આધ્યાત્મ, શિક્ષણ અને પર્યાવરણ અંગેની પરિષદમાં તેઓ બોલી રહ્યા હતા.