સીબીઆઈ, કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમાર તથા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કૃણાલ ઘોષની આજે સતત ત્રીજા દિવસે શિલોંગમાં પૂછપરછ કરશે.

સીબીઆઈ, કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમાર તથા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કૃણાલ ઘોષની આજે સતત ત્રીજા દિવસે શિલોંગમાં પૂછપરછ કરશે. ગઈકાલે સીબીઆઈએ બંને આરોપીઓને સામ સામે બેસાડીને શારદા ચીટ ફંડ કેસ તથા રોઝવેલી કૌભાંડ કેસ બાબતે પૂછપરછ કરી હતી.

સર્વોચ્ચ અદાલતના નિર્દેશ મુજબ સીબીઆઈ આ બંનેની પૂછપરછ કરી રહી છે. સર્વોચ્ચ અદાલતે શારદા કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી, તે પહેલા રાજીવ કુમારના વડપણ હેઠળની ખાસ તપાસ ટીમ આ કેસની તપાસ કરી રહી હતી. સીબીઆઈએ આક્ષેપ કર્યો  છે કે, આ તપાસ કામગીરી દરમિયાન કુમારે પૂરાવાઓ સાથે ચેડા કર્યા હતા.