જૈશે મહંમદના વડા મસૂદ અઝહરને રાષ્ટ્રસંઘ સલામતિ સમિતિમાં વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરતો પ્રસ્તાવ ચીને અટકાવ્યો.

કરતારપુર માર્ગ ખોલવાની પ્રક્રિયા માટે ભારત અને પાકિસ્તાનના અધિકારીઓ વચ્ચે આજે અટારી વાઘા સરહદે પ્રથમવાર બેઠક યોજાઈ છે. ભારતે આ માર્ગની ટેકનિકલ બાબતો વિશે ચર્ચા માટે દરખાસ્ત મૂકી છે. ગુરૂ નાનક દેવની ૫૫૦મી જન્મજયંતિ પ્રસંગે કરતારપુર સાહિબ ગુરૂદ્વારા જવાનો માર્ગ ખુલ્લો મૂકવા સરકારે કરેલા નિર્ણયના અનુસંધાનમાં આ બેઠક યોજાઇ રહી છે. કેન્દ્ર સરકારે આ માટે ૫૦ એકર જમીન માટે જાગવાઇ કરી છે, અને તેને બે તબક્કામાં વિકસાવવામાં આવશે. આજની બેઠકમાં કરતારપુર સાહિબના યાત્રાધામ તરીકે વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. જા કે, સલામતિના મુદ્દાનો પણ ભારત દ્વારા વિશેષ ઉલ્લેખ કરાયો છે.

ભારતે ફાળવેલી જમીનમાં પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગ બાંધવામાં આવશે અને તેમાં ભારતીય વારસાલક્ષી ચિત્રો અને પ્રતિકો મૂકાશે. ખાસ ખાંડા ચિત્રની જેમ એકતા અને માનવતાનું નિજર્શન કરવાનું નક્કી થયું છે. પાંચ હજાર જેટલા પ્રવાસીઓને તેમાં સુવિધા અપાશે.